<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં ૧૧૦૦ દીવડાઓથી ‘આશીર્વાદના દીવડા'નો કાર્યક્રમ

રાજકોટ, તા.૧૮: વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના ૭૬મા જન્‍મદિવસ નિમિત્તે તેમજ તેમના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી, રાજકોટ દ્વારા કાનજી ભુટા બારોટ મુખ્‍ય રંગમંચ ખાતે ‘આશીર્વાદના દીવડા' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું હતું.

કુલપતિ ડૉ.ઉત્‍પલ જોશીના નેતળત્‍વ અને માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં ૧૧૦૦ દીવડાઓ પ્રગટાવી મહાઆરતી કરવામાં આવી. દીવડાઓના પ્રકાશથી સમગ્ર રંગમંચ દેશભક્‍તિ અને રાષ્‍ટ્રભાવનાના માહોલથી ઝળહળી ઉઠ્‍યો. કાર્યક્રમમાં કુલસચિવ ડૉ. અજયસિંહ જાડેજા, પરીક્ષા નિયામક ડૉ.ધીરેન પંડ્‍યા, અધ્‍યાપકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ સહિત ૫૦૦થી વધુ લોકો ઉપસ્‍થિત રહ્યા.

કાર્યક્રમનું સંચાલન ડૉ.ભાવેશ રાબાએ કર્યુ. આ આયોજનમાં એમ.પી.એડ. ભવનના અધ્‍યાપકો ડૉ. ભાવિક કન્‍ટેસરીયા, ડૉ.ચિંતન રાવલ, શારીરિક શિક્ષણ વિભાગના સેક્‍શન ઓફિસર કે. કે. બાવળા તથા શારીરિક શિક્ષણ વિભાગની ટીમ અને યુનિવર્સિટીના સહયોગીઓએ મહત્‍વપૂર્ણ યોગદાન આપ્‍યું.

આ પ્રસંગે કુલપતિશ્રી ડૉ.ઉત્‍પલ જોશીએ સ્‍વચ્‍છતાને માત્ર અભિયાન નહીં, પરંતુ દૈનિક જીવનનું મૂલ્‍ય અને સંસ્‍કાર બનાવવા પર ભાર મૂકયો હતો. 

 

(3:43 PM IST)