News of Thursday, 25th June 2026
જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલનો ‘આપ'નો વિરોધ
જવાબદાર અધિકારી સામે પગલા લેવા મ્યુનિ. કમિશનરને રજૂઆત

રાજકોટ : શહેર તરફથી આપને વિનંતી કરવામાં આવે છે કે જંગલેશ્વર વિસ્તારમાં થયેલી ડિમોલેશન કામગીરી દરમિયાન મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ દ્વારા અંદાજે ર૭ લાખ જેટલો ખર્ચ ચા-પાણી, નાસ્તા, મીઠાઇ તથા અન્ય આતિથ્ય પાછળ કરવામાં આવતા આમ આદમી પાર્ટીએ વિરોધ કરી જવાબદાર અધિકારી સામે પગલા લેવા માંગ કરી છે. આ અંગે આવેદન પાઠવવામાં આવ્યું છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:45 PM IST)










