News of Saturday, 25th April 2026
આપ એક હવાલા કાંડ પાર્ટી છે :વાયરલ વીડિયો મુદ્દે પૂર્વ નેતા પરેશ ગોસ્વામીના આક્ષેપ
વિસાવદરના ગામોના નામ વીડિયોમાં બોલાય છે, મેં પણ મુલાકાત લીધી છે; કેનેડાથી રૂપિયા આવતા હોય તો ખાલિસ્તાનનો મામલો ગંભીર : ગોસ્વામી

રાજકોટ, તા.,૨૫ : આમ આદમી પાર્ટીના કથિત હવાલા કાંડનો વીડિયો વાયરલ થયા બાદ પાર્ટીના પૂર્વ નેતા પરેશ ગોસ્વામીએ ગંભીર આક્ષેપો કર્યા છે.
પરેશ ગોસ્વામીએ નિવેદન આપતા જણાવ્યું કે, આમ આદમી પાર્ટી એક હવાલા કાંડ પાર્ટી છે. તેમણે કહ્યું કે વાયરલ વીડિયોમાં જે ગામડાઓના નામ બોલવામાં આવી રહ્યા છે તે વિસાવદરના ગામો છે અને તે ગામડાઓની મુલાકાત મેં પણ કરી છે.
ગોસ્વામીએ વધુમાં આક્ષેપ કર્યો કે, આમ આદમી પાર્ટીના રૂપિયા દિલ્હી, પંજાબ અને કેનેડાથી આવે છે. તેમણે ઉમેર્યું કે, જો રૂપિયા કેનેડાથી આવતા જ હોઈ તો ત્યાં ખાલિસ્તાનનો મામલો છે, આ ખૂબ ગંભીર બાબત છે.
ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટીના કથિત હવાલા કાંડનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. આ મામલે હજુ સુધી આમ આદમી પાર્ટી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી.
(4:07 PM IST)










