તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th April 2026
રાજકોટના પ્રશ્નોને હલ કરવા અને લોકોની સુખાકારી માટે ‘આપ' કટીબધ્ધઃ મનિષ સીસોદીયા

રાજકોટઃ આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા અને પંજાબના પ્રભારી મનીષ સિસોદિયા આજે રાજકોટની મુલાકાતે હતા. એક પત્રકાર પરિષદમાં તેમણે ગુજરાતના રાજકીય વાતાવરણ અને આગામી સમયની રણનીતિ અંગે ખુલીને ચર્ચા કરી હતી.
પ્રેસ કોન્ફરન્સમાં મનીષ સિસોદિયાએ રાજ્ય સરકારની કામગીરી પર સવાલો ઉઠાતા જણાવ્યું હતું કે, ગુજરાતની જનતા હવે પરિવર્તન ઝંખે છે. મોંઘવારી, શિક્ષણ અને આરોગ્ય જેવી પાયાની સુવિધાઓમાં સરકાર નિષ્ફળ રહી હોવાનો આક્ષેપ કરતા તેમણે કહ્યું કે, ‘‘દિલ્હી અને પંજાબમાં અમે જે મોડેલ- સાબિત કર્યું છે, તે જ વિકાસની રાજનીતિ ગુજરાતમાં પણ જરૂરી છે.''
મનિષ સિસોદિયાએ સ્થાનિક કાર્યકર્તાઓમાં ઉત્સાહ ભરતા પક્ષના મજબૂતીકરણ પર ભાર મૂકયો હતો. તેમણે આગામી સમયમાં સંગઠનને વધુ સક્રિય કરવા અને પાયાના સ્તર સુધી કાર્યકર્તાઓને જોડીને જનતાના પ્રશ્નોને વાચા આપવા સૂચનો કર્યા હતા.
તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, આમ આદમી પાર્ટી સત્તા મેળવવા માટે નહીં, પરંતુ સામાન્ય માણસના જીવનમાં બદલાવ લાવવા માટે રાજકારણમાં છે. રાજકોટના સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરતા તેમણે કહ્યું કે, ૅરાજકોટના પ્રશ્નોને હલ કરવા માટે અને લોકોની સુખાકારી માટે અમારી પાર્ટી કટિબદ્ધ છે. (તસ્વીર : અશોક બગથરીયા)
(3:46 PM IST)










