તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
જિલ્લા પંચાયતમાં વિપક્ષી નેતા પદ માગતી આમ આદમી પાર્ટી, ડીઝલ મુદે દેખાવ

રાજકોટ : જિલ્લા પંચાયત કચેરીમાં આજે આમ આદમી પાર્ટીએ ડીઝલની અછતના મુદ્દે જીગીશાબેન પટેલ નવા ચૂંટાયેલા સભ્ય આરતીબેન જેતાણી વગેરેની આગેવાનીમાં કાર્યકરોએ દેખાવ કરેલ અને ખેડૂતોને પૂરતું ડીઝલ આપવા માગણી કરી છે. વિરોધના બોર્ડ બતાવ્યા હતા. ઉપરાંત પાર્ટીએ જિલ્લા પંચાયતમાં પોતાના એક સભ્ય ચૂંટાયેલા હોવાથી તેને વિપક્ષનો દરજ્જો આપવા ડીડીઓને રજૂઆત કરી છે.(તસ્વીર : સંદીપ બગથરિયા)
(3:22 PM IST)










