તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th May 2026
આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા શુક્રવારથી ત્રણ દિવસ ‘સંકટમોચન આર્ટ એક્ઝિબિશન'
હનુમાનજીની થીમ ઉપર સમગ્ર આયોજન : ૧૦૦થી વધુ આર્ટીસ્ટ અને ૧૦૦થી વધુ કૃતિઓ હશે : કલામાં રસ ધરાવતા સૌકોઇને વિનામુલ્યે પ્રવેશ : શનિવારે રાત્રે દાદાનો ડાયરો

રાજકોટ તા. ૬ : આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા અધ્યાત્મના વિષયને લઇને આગામી તા. ૮, ૯, ૧૦ એમ ત્રણ દિવસીય કલા પ્રદર્શનનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આકૃતિ ગ્રુપના આગેવાનોએ જણાવેલ કે ‘સંકટમોચન આર્ટ એક્ઝિબિશન' શીર્ષકતળે ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્સ ખાતે તા. ૮ થી ત્રણ દિવસ માટે સવારે ૯ થી રાત્રે ૯ સુધી યોજાયેલ આ પ્રદર્શનમાં કુલ ૧૦૦ થી વધારે આર્ટીસ્ટ ભાગ લઇ રહ્યા છે અને ૧૦૦થી વધુ કૃતિઓ પ્રદર્શિત થશે. રસધરાવતા સૌને વિનામુલ્યે પ્રવેશ મળશે.
ખાસ કરીને હનુમાનજીની થીમ પર આ પ્રદર્શન ગોઠવવામાં આવ્યુ છે. એટલે હનુમાનજીના જીવન ઉપર વિવિધ કૃતિઓ અહીં રજુ થશે. તેમાં વિવિધ કલાનો સમાવેશ થાય છે. જેમ કે કેનવાસ પેઇન્ટિંગ, ઓઇલ પેઇન્ટિંગ, ક્રોશે, લિપન આર્ટ, સ્કલ્પચર, ફેબ્રીક પેઈન્ટિંગ, સ્ક્રેચ, પોટ્રેટ તેમજ અન્ય સર્જનાત્મક કૃતિઓ પણ હશે.
આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ભક્તિ અને કલાના સમન્વય સાથે લોકોને આધ્યાત્મિક અનુભુતિ કરાવવાનો છે. એટલે જ પ્રદર્શન દરમિયાન તા. ૯ ના શનિવારે રાત્રે ૯ વાગ્યે ‘દાદાનો ડાયરો' ભક્તિ સંગીતનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં હનુમાન ચાલીસા, પાઠથી લઇને હનુમાન દાદાનો મહિમા રજુ કરતા ધૂન-કિર્તન રજુ થશે.
સૌ કોઇએ આ આધ્યાત્મિક પ્રદર્શનનો લાભ લેવા આકૃતિ આર્ટ ગ્રુપ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે. પ્રદર્શનની વધુ માહિતી માટે જયદીપ પરમારનો મો.૭૪૦૫૫ ૭૭૦૩૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગત વર્ણવતા આરતી બાવીશી, દર્શન સોલંકી, યાજ્ઞિક સોંડાગર, હેતાંશ રાઠોડ, દિનાઝ મીર, દ્રષ્ટિ પરમાર, નિયતી ચાવડા, શુભમ જાવિયા, ધારા ચૌહાણ, અર્શનાઝ મીર, ઇશા ફીચડીયા, જીયા નાગર, રીયા ડોબરીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(2:58 PM IST)










