<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

આકાર ઇવેન્‍ટ્‍સ દ્વારા સોમવારે કવિશ્રી રમેશ પારેખની ભાવવંદના : ઉત્તમ કૃતિઓ સંગીત સ્‍વરૂપે રજુ થશે

 

રાજકોટ તા. ૬ : આકાર ઇવેન્‍ટસ દ્વારા કવિશ્રી રમેશ પારેખની ભાવવંદનાનો કાર્યક્રમ આગામી તા. ૧૧ મે ના સોમવારે  આયોજીત કરાયો છે. હેમુ ગઢવી હોલ ખાતે રાત્રે ૯ વાગ્‍યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં કવિશ્રી રમેશ પારેખની ઉત્તમ કૃતિઓ સંગીત સ્‍વરૂપે મઢીને રજુ કરાશે. કવિના જીવન કવનની ઝલક પણ રજુ થશે. વકતા તરીકે છેલભાઇ વ્‍યાસ અને ડો. નિતિન વડગામા સેવા આપશે. જયારે સુરીલી સફર સુરેશ જોષી (મુંબઇ), રાજેશ વ્‍યાસ, દેવાંગી જાની, વર્ણા સેવક દ્વારા કરાવવામાં આવશે. શબ્‍દનો સેતુ પ્રણવ પંડયા અને મિલિન્‍દ ગઢવી નિર્માણ કરશે. આ કાર્યક્રમમાં કલા પ્રેમીજનોએ અચુક ઉપસ્‍થિત રહેવા અને પાસ માટે મો.૯૦૯૯૯ ૨૩૪૩૬ ઉપર સંપર્ક કરવા આકાર ઇવેન્‍ટસના નયન ભટ્ટની યાદીમાં જણાવાયુ છે.

(3:43 PM IST)