<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

રાજકોટ, મોરબી, મેટોડા, શાપર, લોઠડા, \કુવાડવાના વેપાર ઉદ્યોગોની એ ટુ ઝેડ માહિતી : સાથેનો દળદાર ગ્રંથ : ‘બીઝનેશ લીંક ડીરેકટરી'

પુસ્‍તક અવલોકન : ધન્‍વી - માહી

વ્‍યાપાર, વ્‍યવહાર માટે ફોનની અગત્‍યતા વધી છે. ત્‍યારે શહેરના ઘણાં  પ્રકારના વ્‍યવસાયો, ઉદ્યોગોની માહિતી સાથે ‘એ ટુ ઝેડ બીઝનેશ ગાઇડ' ડીરેકટરી પ્રકાશિત કરવામાં આવી છે. ‘બીઝનેશ લીંક ડીરેકટરી' શીર્ષકથી પ્રકાશિત આ દળદાર ગ્રંથમાં વ્‍યાપાર સેવા, સામાજીક ક્ષેત્રો, ડોકટર, સરકારી કાર્યાલયો, ટ્રાન્‍સપોર્ટ, રેલ્‍વે, વ્‍યવસાયો, મશીનરી ઉદ્યોગ જેવી ઉપયોગી માહિતની તદન નવા સરનામા અને ફોન નંબર સાથે રજુ કરવામાં આવી છે. ડીરેકટરીમાં દરેક વ્‍યવસાયની માહિતી ગુજરાતી આલ્‍ફાબેટીકલ કકકા પ્રમાણે ગોઠવેલ છે. મશીન ટુલ્‍સ, મશીનરી પાર્ટસ- ડાયઝ વગેરે વિષેની માહિતી તેમજ રાજકોટ, શાપર, લોઠડા, મેટોડા, મોરબી તથા કુવાડવા જીઆઇડીસી ધંધાને લગતી તમામ પ્રકારના બદલાયેલા નવા સરનામા તથા નવા ફોન નંબર સાથે સમાવવામાં આવી છે. 

શીર્ષક : બીઝનેશ લીંક ડીરેકટરી

સંપાદક : કલ્‍પેશ ઉનડકટ

કિંમત : રૂ.૨૦૦૦

સંપર્ક : મો.૯૮૨૪૨ ૪૧૫૩૬, રાજકોટ

 

(4:23 PM IST)