<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

લોઠડામાં ફેક્‍ટરીમાં લોખંડનું બોક્‍સ માથે પડતાં ઉત્તરપ્રદેશના પ્રોૈઢનું મોત

બાવન વર્ષના ગામાભાઇ રાજભરે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધાઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૧: સરધાર નજીકના લોઠડામાં આવેલી ફેક્‍ટરીમાં મજુરી કરતાં મુળ ઉત્તરપ્રદેશના પ્રોૈઢ રાતે ફેક્‍ટરીમાં હતાં ત્‍યારે લોખંડનું બોક્‍સ માથે પડતાં ઇજા થવાથી મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ લોઠડામાં આવેલી એક્‍યુરેટ ફેરસ ઇન્‍ડસ્‍ટ્રીઝ નામની કાસ્‍ટીંગ ફેક્‍ટરીમાં રાતે સાડબા બારેક વાગ્‍યે ગામાભાઇ ગોગાભાઇ રાજભર (ઉ.વ.૫૨) કામ કરતાં હતાં ત્‍યારે અકસમાતે ઉપરથી લોખંડનું બોક્‍સ માથે પડતાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્‍પિટલમાં અને બાદમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ વહેલી સવારે અંતિમ શ્વાસ લઇ લીધા હતાં.

બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્‍યુ પામનાર ગામાભાઇ એક બહેનથી નાના હતાં અને સંતાનમાં ચાર દિકરી તથા ત્રણ દિકરા છે. પોતે દોઢેક વર્ષથી લોઠડા રહી કાસ્‍ટીંગ ફેક્‍ટરીમાં મજૂરી કરતાં હતાં. બનાવને પગલે પરિવારજનોમાં શોક વ્‍યાપી ગયો હતો.

(10:52 AM IST)