News of Monday, 16th November 2026
ભારતનગર સર્વિસ રોડ પર ડમ્પરની ઠોકરે બાઇક ચડી જતાં પ્રોૈઢનું મોત
આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચે બનાવ

રાજકોટ તા. ૧૪: શહેરના આજીડેમ ચોકડીથી ગ્રીનલેન્ડ ચોકડી વચ્ચેના રસ્તા પર ભારતનગર સર્વિસ રોડ પર બપોરે ગમારા પંપ નજીક જીવલેણ અકસ્માત સર્જાયો છે. જેમાં એક ડમ્પરની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક ગગજીભાઇ ટપુભાઇ ખોડાણી (ઉ.વ.૫૦)નું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મૃત્યુ થયું છે. બનાવની જાણ ૧૦૮ના ઇએમટી ઋતુબેન મકવાણાએ કરતાં આજીડેમ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એમ. જાડેજા અને ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(4:05 PM IST)










