તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 21st October 2026
હોપ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા સોમવારથી અનોખો સેવાયજ્ઞ
દાતાઓના સહયોગથી જુદા જુદા વિસ્તારોમાં ફરી જરૂરીયાતમંદ લોકોને અનાજ કપડા સહીતની વસ્તુઓ પહોંચાડાશે

રાજકોટ તા. ૨૧ : હોપ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૨૦ વર્ષની પરંપરા અનુસાર આગામી તા. ૨૬ થી ૨૯ સુધી અનોખો સેવા સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યો છે. શ્રાદ્ધના દિવસોમાં શહેરની સોસાયટીઓમાં ફરી ગરીબ વિદ્યાર્થીઓના નિઃશુલ્ક શિક્ષણ માટે આર્થિક અનુદાન તેમજ જરૂરિયાતમંદ લોકો માટે વસ્તુઓ, અનાજ વગેરે એકત્ર કરી પહોંચાડવાનો સ્તુત્ય પ્રયાસ કરવામાં આવે છે.
સંસ્થાના કાર્યકરો તા. ૨૬ ઓકટોબરથી ૨૯- ઓકટોબર - ૪ દિવસ વસ્તુઓ એકત્ર કરવા પહેલાથી જ નક્કી થયેલ હોય અને રહેવાસીઓને જાણ કરેલ એવા શહેરના રહેણાક વિસ્તારોમાં નિકળશે અને સમાજના સુખ સાધનથી વંચિત જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરશે. રાજકોટના યુવા ઉદ્યોગપતિઓ દ્વારા વર્ષ ૨૦૦૫ માં સેવાકીય સંસ્થા હોપ વેલ્ફેર ફાઉન્ડેશનની સ્થાપના કરવામાં આવી. જે સમાજના જરૂરિયાતમંદ વર્ગને સહાયરૂપ થવા, જેમકે બાળકોને નિઃશુલ્ક શિક્ષણ, મહિલાઓને પગભર થવા કૌશલ્ય તાલીમ તેમજ કુપોષિત બાળકો માટે પોષણક્ષમ આહાર જેવી અનેક પ્રવળતિઓ કરે છે. આ વર્ષે પણ સંસ્થાના કાર્યકરો તા. ૨૬ થી ૨૯ ઓકટોબર દરમ્યાન વસ્તુઓ એકત્ર કરવા શહેરના રહેણાક વિસ્તારોમાં નિકળશે, જેમાં સમાજને યથાશક્તિ સહાય કરી આ અભિયાનને સફળ બનાવવા સંસ્થાના હોદેદારો હાર્દિક અપીલ કરે છે. હાલમાં હોપ ફાઉન્ડેશન દ્વારા રાજકોટના જામનગર રોડ સ્થિત ઘંટેશ્વર વિસ્તારમાં ધો. ૧ થી ધો. ૯ સુધીના બાળકો માટે નિઃશુલ્ક અભ્યાસ માટે શાળા કાર્યરત છે.
વર્ષ ૨૦૧૪ માં શરૂ કરાયેલ હેપી સ્કૂલની શરુઆત ફકત બે ઓરડાના મકાનથી કરવામાં આવેલ જે આજે દાતાઓના સહયોગથી ૧૩ રૂમ અને ૨ મોટા વિવિધલક્ષી હોલ ધરાવતી વિશાળ શાળા બની ચુકી છે. આ શાળામાં આશરે ૫૦૦ જેટલા ભિક્ષાવળતી સાથે સંકળાયેલ બાળકોને શિક્ષણ તેમજ ભોજનની સુવિધા નિઃશુલ્ક આપવામાં આવે છે. આ ઉપરાંત તેમના પરિવારના સભ્યોને પણ પગભર થવા અને કુટુંબ સ્વનિર્ભર બને અને ભિક્ષાવળતિ છોડી સારુ જીવન જીવે તે માટે તેમને સીવણ, બ્યુટી પાર્લર, સ્પોકન ઇંગ્લિશ, ઇલેક્ટ્રિક રીપેરીંગ જેવા વ્યવસાયિક કૌશલ્યોની તાલીમ આપવામાં આવે છે. આ પ્રવળત્તિઓને આગળ વધારવા સંસ્થાના કાર્યકરો દ્વારા છેલ્લા ૨૦ વર્ષથી શ્રાદ્ધના દિવસોમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી આશરે ૪૦૦૦ ફ્લેટ્સ માં રુબરુ જઈ તેમના ઘરેથી બિનઉપયોગી વષાો, રમકડાં, ઘઉં, તેમજ યથાશકિત આર્થિક અનુદાન મેળવે છે. આ બધી વસ્તુઓ સમાજના અતિ ગરીબ કુટુંબોમાં વિતરણ કરી દેવામાં આવે છે. આ વર્ષે પણ સંસ્થાના કાર્યકરો સોમવારથી આવી વસ્તુઓ સ્વીકારવા સેવાયજ્ઞ આરંભશે. કોઇ વ્યક્તિ સહયોગી બનવા ઇચ્છતી હોય તો સંસ્થાના પ્રોજેકટ ઇન્ચાર્જ પ્રકાશભાઈ પીઠવાને મો. ૯૪૨૯૫ ૬૫૨૬૫, ૯૮૭૯૨ પ૨૫૦૦ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હોપ વેલ્ફેર ફાઉન્ડેશનના સ્થાપક અને ફોર્મેકસના ચેરમેન ગોપાલભાઇ ખીરસરીયા તથા હોપના પ્રોજેકટ ચેરમેન પ્રકાશભાઇ પીઠવા નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:57 PM IST)










