<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 25th September 2026

આયુર્વેદની નાડીવિદ્યાથી આરોગ્‍યસેવાનો અનોખો પ્રયાસ

ડો. પ્રશાંત ગણાત્રાની ૧૮ વર્ષની આરોગ્‍યસેવાઃ ‘બેસ્‍ટ આયુર્વેદિક ક્‍લિનિક' સહિત અનેક સન્‍માનથી નવાજાયા

રાજકોટઃ નાડીવૈદ્ય ડો. પ્રશાંત હસમુખભાઈ ગણાત્રા વર્ષ ૨૦૦૬માં આયુર્વેદ સ્‍નાતક (બીએએમએસ)ની ડિગ્રી મેળવ્‍યા બાદ નાડીવિદ્યાની તાલીમ મેળવી આયુર્વેદિક ક્ષેત્રે કાર્યરત છે. આર્ટ ઓફ લિવિગના આશ્રમોમાં નાડીવિદ્યાની તાલીમ લીધા બાદ વર્ષ ૨૦૦૮માં રાજકોટ ખાતે ‘શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્‍ટર'ની સ્‍થાપના કરી નાડી પરીક્ષણની શરૂઆત કરી હતી.

છેલ્‍લા ૧૮ વર્ષ દરમિયાન ડો. ગણાત્રાએ ગુજરાતના વિવિધ શહેરો તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્રના અનેક શહેરો તથા ગામડાઓમાં નાડી પરીક્ષણ કેમ્‍પ યોજ્‍યા છે. વર્ષ ૨૦૦૮થી અત્‍યાર સુધીમાં અંદાજિત ૯૩,૨૦૦થી વધુ દર્દીઓનું નાડી પરીક્ષણ દ્વારા નિદાન કરી આયુર્વેદિક સારવાર કરવામાં આવી હોવાનું જણાવાયું છે.ઙ્કઆ ઉપરાંત આર્ટ ઓફ લિવિગના રાજકોટ સ્‍થિત યોગ અને સત્‍સંગ કેન્‍દ્રોમાં દર બે મહિને ઋતુચર્યાના આયોજન દ્વારા લોકોમાં આરોગ્‍ય જાગૃતિ ફેલાવવાનું કાર્ય પણ કરવામાં આવે છે. આકાશવાણી રાજકોટ કેન્‍દ્ર પરથી પણ વિવિધ વિષયો પર વાર્તાલાપ પ્રસારિત થઈ ચૂક્‍યા છે.

ડો. પ્રશાંત ગણાત્રાને આયુર્વેદ ક્ષેત્રે કામગીરી બદલ વિવિધ સન્‍માન પણ પ્રાપ્ત થયા છે. ભારત સરકારના આયુષ મંત્રાલયના સેક્રેટરી પદ્મશ્રી વૈદ્ય રાજેશભાઈ કોટેચાના હસ્‍તે ર્ં‘બેસ્‍ટ આયુર્વેદિક ક્‍લિનિકર્'ંનો એવોર્ડ મળ્‍યો છે. તેમજ ‘જ્ઞાતિ ગૌરવ સન્‍માન૨૦૨૫' અંતર્ગત ‘એક્‍સેલન્‍સ ઇન મેડિકલ (હેલ્‍થ) સેક્‍ટર' માટે એવોર્ડ તથા ‘બેસ્‍ટ આયુર્વેદ ક્‍લિનિક ઓફ ધ યર'નું સન્‍માન પણ પ્રાપ્ત થયું છે.

શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્‍ટર, આરતી એપાર્ટમેન્‍ટ, મનહર પ્‍લોટ ૯ અને ૧૦ની વચ્‍ચે, મંગળા મેઈન રોડ, રાજકોટ. મો. ૯૮૨૪૭ ૩૨૬૩૮.

ડો. પ્રશાંત ગણાત્રાએ પોતાના જન્‍મદિને અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેઓના પિતાશ્રી હસુભાઇ ગણાત્રા, કે.ડી.કારીઆ પણ ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(11:12 AM IST)