<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

મુંબઈથી ગાડી આવી રે..હો દરિયાલાલા : ગોપી રાસોત્‍સવમાં બહેનોની કલા ખીલી ઉઠી

સરગમ લેડીઝ ક્‍લબ આયોજિત રાસોત્‍સવમાં બહેનોએ કલાનું અદભૂત પ્રદર્શન કર્યું

રાજકોટ : સરગમ લેડીઝ આયોજિત ગોપી રાસોત્‍સવમાં છઠ્ઠા નોરતે બહેનોની કલા ખીલી ઉઠી હતી. આ રાસોત્‍સવમાં રજૂ થયેલા પ્રાચીન અને અર્વાચીન ગરબા ઉપર બહેનોને થીરકતી જોઈને દર્શકો અને મહાનુભાવો દંગ રહી ગયા હતા.

આ ગોપી રાસનું એક મુખ્‍ય આકર્ષણ બહેનોની વેશભૂષા પણ હતી. અવનવા પોશાકમાં શળંગાર કરીને આવેલી બહેનોને જોઈને સાક્ષાત માતાજી મેદાનમાં ગરબા લેવા ઉતર્યા હોય તેવું દ્રશ્‍ય સર્જાયું હતું.

મનસુરભાઈ ત્રિવેદી પ્રસ્‍તુત મેલોડી કલર્સ ઓરકેસ્‍ટ્રાના સથવારે અને કીબોર્ડ તુષારભાઈ ગોસાઇ સાથે ગાયક કલાકારો આસિફ જેરિયા, હેમંત પંડ્‍યા, નિલેષ પંડ્‍યા, પ્રિયા જોશી, વિજયાબેન ટીમાણિયા સંગીતમાં જમાવટ કરે છે. 

નટુભાઇ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, મનસુખભાઇ પાલ, હેતલભાઇ રાજ્‍યગુરુ, શૈલેષભાઈ પાબારી, નલિનભાઇ ઝવેરી, તેજસભાઈ ભટ્ટી, અશોક્‍ભાઈ વૈષ્‍નાની, દિલીપભાઇ શેઠ, રામજીભાઇ વેકરીયા, હરદેવસિંહ જાડેજા, દિનેશભાઈ વિરાણી, પ્રેમકુમાર અગ્રવાલ, કે.કે.જૈન, પ્રશાંતભાઈ બંસલ, સુરેશભાઇ પરાશ્રમપુરા, પરેશભાઈ ઠાકર, મનસુખભાઇ ભીમાણી, અશ્વિનભાઈ આદ્રોજા, દક્ષાબેન વસાણિ, કરશનભાઇ આદ્રોજા, હરેશભાઈ પરસાણા, મનીષભાઈ ભટ્ટ ઉપસ્‍થિત રહ્યા હતો.

આવતીકાલે આઠમા નોરતે જીતુભાઈ વાઘાણી, તુષાર સુમરા (આઇપીએસ), ડૉ. ઓમ પ્રકાશ મીના  (આઇએએસ), બ્રિજેશ ઝા (આઇપીએસ), નીલિપ્ત રાય (આઇપીએસ), ચૈતન્‍ય માંડલિક, હેતલબેન પટેલ (આઇપીએસ), રાકેશ દેસાઇ (આઇપીએસ), જગદીશ બાંગરવા (આઇપીએસ), વિજયસિંહ ગુર્જર (આઇપીએસ), એમ. ડી. ચુડાસમા (આઇએએસ), શિવાકુમાર, ૅવિવેકાનંદ રાય, સતીશકુમાર ગોયલ, ગિરિરાજકુમાર મીના, બી.બી. બસિયા, પી.બી. જાડેજા, હરપાલસિંહ જાડેજા (આઇપીએસ), ભરતભાઈ  ચાવડા, શ્રી  અતુલ સિંઘ (આઇએએસ), આનંદ સુરેશ, અજયભાઈ ઝાપડા, વી.પી. જાડેજા, હિતેશ દિહોરા, વી. બી. ભીમાણી, હરદેવસિંહ જાડેજા, સિધ્‍ધાર્થભાઈ જાની તેમજ પરેશભાઈ રાવલ, કુંવરજીભાઈ  બાવળિયા, ડો. ભરતભાઈ  બોઘરા, માંધાતાસિંહ  જાડેજા, મૌલેશભાઈ  પટેલ, યોગેશભાઈ  પૂજારા,  કિરીટભાઈ આદ્રોજા, ઇન્‍દ્‌ર્નીલભાઈ  રાજ્‍યગુરુ,   પ્રભુદાસભાઈ  પારેખ, કમલનયન  સોજીત્રા, કશ્‍યપભાઈ  શુક્‍લ, ગોવિંદભાઈ  પટેલ, ચંદુભાઈ વિરાણી, ચમનભાઈ  ઝવેરી, દિનેશભાઈ અમળતિયા, જયેશભાઈ કથીરીયા, રમણીકભાઈ જસાણી, મધુભાઈ  પરમાર, કેતનભાઈ  ચોટાઈ, મહેન્‍દ્રભાઈ  નથવાણી, હાર્દિકભાઈ  દત્તાણી, રમેશભાઈ  લીંબાસિયા, ઈશ્વરભાઈ  પટેલ, પરેશભાઈ  પારેખ, ઉદયભાઈ પારેખ, હિમાંશુભાઈ નંદવાણા, અશોકભાઈ ડોબરીયા, મયુરધ્‍વજસિંહ જાડેજા, વિનયભાઈ કારિયા, મગનભાઈ પટેલ, અરવિંદભાઈ  પાટડીયા, કિરણભાઈ  બાટવીયા, જગદીશભાઇ બોઘરા, વીજયભાઈ સોલંકી (આર.પી.), નલિનભાઈ ઝવેરી, બટુકભાઇ સાકરીયા, કમલભાઈ ધામી, ડૉ. વીભાકર ભાઈ વછરાજાની તેમજ નલિનભાઇ વસા ઉપસ્‍થિત રહેશે.

 આ રાસોત્‍સવની સફળતા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ભરતભાઇ સોલંકી, રાજેન્‍દ્રસિંહ ગોહિલ, રાજેન્‍દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, સુરેશભાઇ દેત્રોજા, જયપાલસિંહ ઝાલા,વલ્લભભાઇ ગોંડલિયા, ડૉ. પંકજભાઈ રાઠોડ, વિનુભાઇ વ્‍યાસ, મનમોહનભાઈ પનારા, ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, ડૉ. અલ્‍કાબેન ધામેલિયા, જાનવીબેન, હર્ષાબેન કથ્રેચા, રેખાબેન રાઠોડ, નિતાબેન પરસાણા, જયશ્રીબેન મહેતા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:39 PM IST)