<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

આપના-લાખાભાઇ સહિત કુલ પાંચ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્‍યાઃ બપોર બાદ પ્રતિક ફાળવણી

રાજકોટ, તા.૧૫: આગામી ૨૬ એપ્રિલના રોજ યોજાનાર કોર્પોરેશન ચુંટણીના મતદાન માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એ એડીચોટીનું જોર લગાવ્‍યું છે. આજે બુધવારના રોજ ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો ં બપોરે ૨ વાગ્‍યા સુધીમાં ચાર જેટલા ફોર્મ પરત ખેચાયા છે.  જેમાં વોર્ડ નંબર ૧૫માં લાખાભાઈ મોરવાડિયા નામના આમ આદમી પાર્ટીના ઉમેદવાારે ફોર્મ પરત  ખેચતા  હવે ત્‍યાં ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે સીધીફાઇટ થઇ ગઇ છે.

આ ઉપરાંત ે વોર્ડ નંબર ૧૫માં પણ એક અપક્ષ ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચ્‍યું છે. વોર્ડ નંબર ૧૩માં પણ અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્‍યું છે. વોર્ડ નંબર અને ૧૬ અને ૧૮ અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા બપોરિ બે વાગ્‍યા સુધીમાં ટોટલ પાંચ જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્‍યા હતા જેમાં  આદમી પાર્ટીના ઉમેદવારનો પણ સમાવેશ થાય છે, હવે બપોરે ૩ વાગ્‍યા બાદ પક્ષોને પ્રતિકની ફાળવણી થશે, અન્‍ય વોર્ડમાં બપોરે સુધીમાં કોઇ ઉમેદવારે ફોર્મ પાછા ખેંચ્‍યા નથી. 

(3:58 PM IST)