<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

રાજકોટના વેસ્ટ ઝોનમાં વધુ 4.5 ઇંચ સાથે કુલ 6 ઇંચ વરસાદ ખાબક્યો

શહેરના સેન્ટ્રલ ઝોનમાં 1.25 ઇંચ (સવા ઇંચ) અને પૂર્વ ઝોનમાં પણ 0.75 ઇંચ (પોણો ઇંચ) વરસાદ

રાજકોટ શહેરમાં આજે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખાસ કરીને વેસ્ટ ઝોનમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વેસ્ટ ઝોનમાં માત્ર 1 કલાકના ટૂંકા ગાળામાં જ 4.5 ઇંચ જેટલો મુસળધાર વરસાદ ખાબક્યો હતો, જેની સાથે આજે આ ઝોનમાં કુલ 6 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય શહેરના સેન્ટ્રલ ઝોનમાં 1.25 ઇંચ (સવા ઇંચ) અને પૂર્વ ઝોનમાં પણ 0.75 ઇંચ (પોણો ઇંચ) વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

(6:44 PM IST)