<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

માધાપરના શ્રીનાથજી ફુડમાંથી ૮૦૦ કિલો સહિત કુલ ૧૫૦૩ કિલો અખાદ્ય ચીજોનો નાશ

રાજકોટીયનોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ખુલ્લેઆમ ચેડાઃ બેરોકટોક વાસી-પડતર ફુડનું વેંચાણ માધાપર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરીયા, જામનગર રોડ, કોઠારીયા, પુનીતનગર, મવડી ચોકડી, બસ સ્‍ટેન્‍ડ, પેડક રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્‍તારોમાં ફુડ શાખા ત્રાટકીઃ ૮૭ પેઢી- રેસ્‍ટોરન્‍ટોને ૧.૧૧ લાખથી વધુની પેનલ્‍ટી

રાજકોટ તા.૨૩: મહાનગરપાલિકાના આરોગ્‍ય શાખાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને ગંદકી સામે કડક કાર્યવાહી અર્થે સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન કુલ મળી ૮૭ પેઢી તથા રેસ્‍ટોરંટની તપાસ કરતાં કુલ ૧૫૦૩ કિલો અખાદ્ય, વાસી જથ્‍થાનો નાશ કરી કુલ ૨૫ પેઢીને સ્‍ટોરેજ, લાઇસન્‍સ તથા હાઈજેનિક કન્‍ડિશન બાબતે નોટિસ આપવામાં આવેલ તેમજ કૂલ રૂ.૧,૧૧,૩૦૦/- ની પેનલ્‍ટી વસૂલવામાં આવેલ.

જેમાં માધાપર ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયા, જામનગર રોડ, માધાપર ચોકડી પાસે આવેલ શ્રીનાથજી ફૂડ પ્રોડક્‍ટસ પેઢીમાંથી પડતર પડેલ સિરિયલ પ્રોડક્‍ટ નો કુલ ૮૦૦ કિલો જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જામનગર રોડ, માધાપર ચોકડી નજીક આવેલ જય ખોડિયાર રેસ્‍ટોરન્‍ટ માંથી ૨૫ કિલો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી બાલાજી રેસ્‍ટોરન્‍ટ માંથી ૧૦ કિલો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૧૦,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ ફૂડ ઝોન માંથી ૦૫ કિલો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૫,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ક્રિશ ફાસ્‍ટફૂડમાંથી ૧૦ કિલો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

જયારે કોઠારીયા, સ્‍વાતિ મેઇન રોડ પર આવેલ ફેમિલી ફેન્‍સી ઢોસા માંથી ૧૫ કિલો નાશ કરી રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સૂર્યા ઢોસા માંથી ૧૦ કિલો નાશ કરી રૂ.૨,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સીતારામ રેસ્‍ટોરન્‍ટ/રામદેવ રાજસ્‍થાની દાલબાટી ૧૦ કિલો નાશ કરી રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. નાઇસ ફાસ્‍ટ ફૂડ ૧૦ કિલો નાશ નાશ કરી નોટિસ આપેલ છે. સિવિલ હોસ્‍પિટલ કેન્‍ટીન/એસ.પી.એન્‍ટરપ્રાઇઝમાંથી ૧૦ કિલો નાશ કરેલ છે. પુનિત નગર ૮૦ ફુટ રોડ પર આવેલ ખોડલધામ ફાસ્‍ટફૂડ માંથી ૦૯ કિલો નાશ કરેલ છે. તેમજ રૂ.૧,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. જલિયાણ પાઉંભાજી માંથી વાસી પાઉંભાજી નો જથ્‍થો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. દ્વારકાધીશ ચાઈનીઝ પંજાબી પેઢી માંથી વાસી મંચુરિયન નો ૯ કિલો  જથ્‍થો નાશ કરેલ છે તેમજ રૂ.૫૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. બાપા સીતારામ નાસ્‍તા ગળહ પેઢી માંથી ૫ કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ કરેલ છે. વી.એસ. ઢોસા પેઢી માંથી ૧૭ કિલો અખાદ્યચીજનો નાશ કરવામાં આવેલ છે તેમજ રૂ.૧,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

મવડી ચોકડી, બી.આર.ટી.એસ.બસ સ્‍ટોપ પાસે આવેલ શુંભમ ફેમિલી રેસ્‍ટોરન્‍ટ પેઢી માંથી ૧૫ કિલો ચટણી તથા કાચા શાકભાજીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. U.K.ડાઈનિંગ હોલ & કેટરર્સ માંથી ૩૦ કિલો સડેલી ડુંગળી, કેળાં તથા કાચા શાકભાજીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સ્‍વામીનારાયણ પેટ પૂજા પેઢીને નોટિસ આપેલ છે તેમજ રૂ.૧,૦૦૦નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવ રેસ્‍ટોરન્‍ટ ્રૂ કેટરર્સ પેઢીને નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. ગણેશ રેસ્‍ટોરન્‍ટ ને રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સુરતી મૈસૂર કાફે પેઢીને નોટિસ આપવામાં આવેલ છે.

ઉપરાંત બસસ્‍ટેન્‍ડ પાછળ આવેલ ઠાકોરજી રેસ્‍ટોરન્‍ટ પેઢી માંથી ૧૫કિલો અખાદ્ય લોટ, શાકભાજી, મસાલા નો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શ્રી ચાઇનીઝ & પંજાબી માંથી ૧૧ કિલો સોસ, ચાઇનીઝ, પંજાબીની ગ્રેવી, મંચુરિયનનો નાશ કરેલ છે. તેમજ રૂ.૧,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. સુનિલ રેસ્‍ટોરન્‍ટ માંથી ૪ કિલો અખાદ્ય શાકભાજી,ચટણી તથા ગ્રેવીનો નાશ કરેલ છે/નોટિસ આપેલ છે. તેમજ રૂ.૨,૦૦૦ નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

શ્‍યામ છોલે-ભટુરે માંથી અખાદ્ય તેલ નો ૩ કિલો નાશ કરેલ છે. તેમજ રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. રાજ ઘૂઘરા માંથી  ૨ લિટર અખાદ્ય ચટણીનો  નાશ કરેલ છે. તેમજ રૂ.૫૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

માં શક્‍તિ ગાંઠિયામાંથી અખાદ્ય તેલ/સાંભારા નો ૬ કિલો નાશ કરેલ છે. તેમજ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.  જયારે સ્‍થળ તપાસ કરી નકલંગ નાસ્‍તા હાઉસમાં રૂ.૨૦૦/-, શ્રીરામ લસ્‍સીની રૂ.૧૦૦/-, જય જલારામ પૌવા  રૂ.૨૦૦/-, જય અંબે માતાજી દાળપકવાન/પૌવા રૂ.૨૦૦/-, હિના ફેમિલી રેસ્‍ટોરન્‍ટરૂ.૫૦૦/-, મહાદેવ દાળ પકવાન/પૌવા રૂ.૨૦૦/- , જલારામ ગાંઠિયા & ઘૂઘરા રૂ.૨૦૦/-, જય અંબે અલ્‍પાહાર રૂ.૫૦૦/- ,માધવ ડાઈનિંગ હોલ રૂ.૫૦૦/-, જય દ્વારકાધીશ ડાઈનિંગ હોલ રૂ.૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરેલ છે. પેડક રોડ/સંતકબીર રોડ પર આવેલ શ્રી રવેચી હોટલ માંથી કિલો અખાદ્ય જથ્‍થાનો નાશ કરી લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ તેમજ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. મહાવીર પાઉંભાજી ્રૂ વેજ પુલાઉ પેઢી માથી ૧૬ કિલો પાઉંના પેકેટ, પુલાઉ, કાકડી/સમારેલા ટમેટાં અખાદ્ય જથ્‍થાનો નાશ કરેલ છે. લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ છે. તેમજ રૂ.૫,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે.

ઉપરાંત શ્રી રેસ્‍ટોરન્‍ટ માંથી ૧૫ કિલો પાઉં, ગ્રેવી, ચણાનો લોટ, બાફેલા શાકભાજીનો અખાદ્ય જથ્‍થાનો નાશ કરેલ છે. લાઇસન્‍સ બાબતે નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. વિંટેજ ઢોસા પેઢી માથી ૫ કિલો સમારેલી કોબી, નૂડલ્‍સ, પાલક, શાકભાજી નો અખાદ્ય જથ્‍થાનો નાશ કરી નોટિસ આપેલ છે તેમજ રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. G.J-5 ઢોસા માંથી રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે. શિવમ ફાસ્‍ટ ફૂડ માંથી આજીના મોટા નો નાશ કરી રૂ.૨,૦૦૦/- નો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે

(4:10 PM IST)