<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

વિઠ્ઠલવાવ પાસેથી ઇજાગ્રસ્‍ત મળેલા પ્રોૈઢનું મોતઃ આજીડેમ પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ

હાથના અંગુઠામાં ‘બી' અને કાંડા પર કૃષ્‍ણની મુર્ર્તિ, બીવીઆર ત્રોફાવેલા છે

રાજકોટ તા. ૬: રાજકોટ-ભાવનગર હાઈવે પર વિઠ્ઠલવાવ પાસે રાત્રીના બારેક વાગ્‍યે અજાણયા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ કોઈ કારણોસર ઈજાગ્રસ્‍ત હાલતમાં પડયા હોઇ તેને ૧૦૮ મારફત સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેનું મૃત્‍યુ થયું છે. લ છે જેથી કોઈ વાલી વારસ મળીએ આજી ડેમ પોલીસ સ્‍ટેશન મોબાઈલ નંબર ૭૪૩૩૮૧૪૮૦૮ પર જાણ કરવા વિનંતી છે.

મૃતકે આછા જાંબલી કલરનો શર્ટ તથા બ્રાઉન કલરનું પેન્‍ટ પહેરેલ છે. તેમજ તેમના જમણા હાથના કાંડાના ભાગે ઠાકોર ત્રોફાવેલ છે તથા અંગુઠા પર અંગ્રેજીમાં ‘બી' ત્રોફાવેલ છે તથા કલાઈ પર કળષ્‍ણ તેમજ અંગ્રેજીમાં ‘બીવીઆર' ત્રોફાવેલ છે. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ પરિચીત હોય તો આજીડેમ પોલીસનો ફોન નંબર ૭૪૩૩૮ ૧૪૮૦૮ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ આર. વી. સાખરા વધુ તપાસ કરે છે. 

(3:59 PM IST)