<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd April 2026

બીગ બાઝાર પાછળ સિલ્‍વર સોસાયટીમાં બંગલામાં શંકાસ્‍પદ યુવતિ ઘુસી ગઇ

ઘરે એકલા ગૃહિણીએ બચાવો-બચાવોની બૂમો પાડતાં નેપાળી સમાજના સંજયભાઇ કારકી સહિતના દોડી જતાં શકમંદ યુવતિ ભાગી ગઇ

રાજકોટઃ શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બાઝાર નજીક આવેલી સિલ્‍વર સોસાયટીમાં બપોરે એક અજાણી યુવતિ એક બંગલામાં ઘુસી ગઇ હતી. આ બંગલામાં એક મહિલા સદસ્‍ય એકલા હોઇ અચાનક આ રીતે ઘુસી આવેલી યુવતિને જોઇ બચાવો-બચાવોની બૂમો પાડવા માંડતાં નજીકમાં જ નેપાળી સેવા સમાજના સંજયભાઇ કારકી સહિતના લોકો ઉભા હોઇ તેઓ તુરત બંગલામાં  પહોંચ્‍યા હતાં અને શંકાસ્‍પદ યુવતિને બહાર કાઢી હતી. આ યુવતિએ લાલ રંગનો ડ્રેસ પહેરેલો હતો? અહિ શું કરવા આવી? કોના ભેગી આવી? સહિતના સવાલોનો તેણે જવાબ દીધો નહોતો. સંજયભાઇના કહેવા મુજબ ઘરધણીને પોલીસ બોલાવવી છે કે કેમ? તેવુ પુછતાં તેમણે ના કહી હતી. આ પછી યુવતિ બહાર નીકળી ત્‍યારે થોડીવાર માનસિક અસ્‍વસ્‍થ હોય તેવા નાટક કર્યા હતાં અને બાદમાં ઝડપથી ત્‍યાંથી ભાગી ગઇ હતી. ગૃહિણી એકલા હતાં ત્‍યારે ઘુસી આવેલી આ યુવતિનો ઇરાદો શું હતો? તે અંગે ચર્ચા જાગી છે. તસ્‍વીરમાં શંકાસ્‍પદ યુવતિ અને તેને બહાર કાઢનારા સંજયભાઇ કારકી જોઇ શકાય છે.

(3:27 PM IST)