તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th April 2026
રાજકોટ વોર્ડ નં. ૩માં પરિવર્તનની આંધીઃ પ્રાથમિક સુવિધાઓથી વંચિત જનતા હવે ભ્રષ્ટાચારી શાસકોને જાકારો આપવા કટિબદ્ધ
માધાપર, મનહરપુરથી લઈને રેલનગર સુધી ભાજપના પાંચ વર્ષના શાસન સામે જનઆક્રોશઃ કોંગ્રેસના ઉમેદવારો અતુલ રાજાણી, ગાયત્રીબા વાઘેલા, આરતીબેન આસવાણી અને દિનેશભાઇ મકવાણાનો પ્રચંડ ઝંઝાવતી પ્રચાર

રાજકોટઃરાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના પડદ્યમ વાગી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર ૩ માં કોંગ્રેસ પક્ષ દ્વારા ચલાવવામાં આવી રહેલા ઝંઝાવતી પ્રચારને પગલે રાજકીય માહોલ ગરમાયો છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી સમાન મહાનગરપાલિકામાં સત્ત્।ાધારી ભાજપના પાંચ વર્ષના નિષ્ફળ શાસન સામે વોર્ડની જનતામાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના ઉમેદવારોની પદયાત્રા દરમિયાન મતદારો એ ભાજપના ભ્રષ્ટ વહીવટને જાકારો આપી આ વખતે પરિવર્તન લાવવાનો મક્કમ નિર્ધાર વ્યકત કર્યો હોવાનું વોર્ડ નં.૩ ના કોંગ્રેસના ઉમેદવારો અતુલ રાજાણી, ગાયત્રીબા,અશોકસિંહ વાઘેલા, આરતીબેન વાસવાણી અને દિનેશભાઇ મકવાણાએ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વોર્ડ નંબર ૩ ના વિસ્તારોમાં ભાજપના શાસકોની નિષ્ફળતાનો ચિતાર આપી શકાય તેમ છે. અગ્નિકાંડ જેવી ગંભીર દ્યટનાઓની તપાસમાં કરવામાં આવેલી રફેદફે અને આરોપીઓને મળેલા જામીન એ ભાજપના ભ્રષ્ટાચારનો જીવંત પુરાવો છે. બીજી તરફ, અટલ સરોવરમાં ૪૨ દુકાનો તૈયાર હોવા છતાં યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થાના અભાવે હરાજી મોકૂફ રાખવી પડી છે, જે શાસકોની આયોજન શૂન્યતા દર્શાવે છે. પોપટપરા નાલું અને રેલનગર અંડરબ્રીજના રસ્તાઓ નજીવા વરસાદમાં પણ બંધ થઈ જતા હોય છે, તો બીજી તરફ વર્ષોથી અધૂરા સાંઢિયા પુલના કામને કારણે ટ્રાફિકની સમસ્યાથી જનતા ત્રસ્ત છે.
છેલ્લા પાંચેક વર્ષથી માધાપર અને મનહરપુરને મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યા બાદ, અહીંના રહીશો પાસેથી આકરા કરવેરા તો વસૂલવામાં આવ્યા છે, પરંતુ બદલામાં રસ્તા, ગટર અને પાણી જેવી પાયાની સુવિધાઓ આપવામાં ભાજપ સદંતર નિષ્ફળ રહ્યો છે. અગાઉ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતાં આ વિસ્તાર ઉપેક્ષિત રહ્યો હતો અને આજે પણ સ્થિતિ 'જૈસે થે'છે.
વોર્ડના માધાપર, મનહરપુર, સિંધી કોલોની, જંકશન, પરસાણા નગર, તોપખાના, ગાયકવાડી, પરાશર પાર્ક, વિનાયક પાર્ક, શેઠ નગર, રેલ નગર અને આવાસ યોજનાના કવાર્ટર્સમાં કોંગ્રેસના ઉમેદવારોને મળી રહેલું જનસમર્થન જોઈ ભાજપમાં ફફડાટ વ્યાપી ગયો છે. એસી ગાડીઓમાં ફરતા અને ફોન પણ ન ઉપાડતા ભાજપના અહંકારી ઉમેદવારોને જનતા જાકારો આપવા તૈયાર છે. પ્રજાના મતે, ગત ટર્મમાં કોંગ્રેસના કોર્પોરેટરોએ કરેલા કામો આજે પણ લોકો યાદ કરી રહ્યા છે. ભાજપના હારના ડરથી ગુંડા તત્વોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હોવાની ચર્ચાઓ પણ વોર્ડમાં જોરશોરથી ચાલી રહી છે. હોવાનું વોર્ડ નં. ૩ ના કોંગ્રેસના ઉમેદવારોઃ અતુલ રાજાણી, આરતીબેન આસવાણી, શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાદ્યેલા, દિનેશભાઈ મકવાણાએ અખબારી યાદીના અંતમાં જણાવ્યું છે.
(3:33 PM IST)










