તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
રાજકોટની શ્રી સદગુરુ પ્રાથમિક શાળાના ૫૦માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે ‘રીયુનિયન'યોજાશે
૧૯૭૭ થી ૨૦૨૬ સુધીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્મૃતિઓના સહારે ફરી એકાકાર થશેઃશાંતિભાઈની દાબેલી અને સરપ્રાઈઝ ગિફ્ટ આકર્ષણનું કેન્દ્ર બનશે

રાજકોટઃ શહેરના શિક્ષણ જગતમાં આગવું સ્થાન ધરાવતી અને શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી સદગુરુ પ્રાથમિક વિદ્યાલય દ્વારા શાળાના ૫૦મા વર્ષમાં મંગલ પ્રવેશના અવસરે એક વિશેષ ‘રીયુનિયન ફંક્શન'નું આયોજન કરવામાં આવ્યું છે. આગામી ૯ મે શનિવારના રોજ સાંજે ૫:૩૦ કલાકે રાજકોટના શાષાી મેદાન સામે આવેલા શાષાી ભવન ખાતે આ સ્નેહમિલન સમારોહ યોજાશે.
સ્મૃતિઓનું પુનરાગમનશીર્ષક હેઠળ યોજાનારા આ કાર્યક્રમમાં વર્ષ ૧૯૭૭ થી લઈને ૨૦૨૬ સુધીના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. શાળાના આચાર્યા શ્રી તૃપ્તિબેન જોષીએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમનો મુખ્ય હેતુ જૂના સંભારણા તાજા કરી ફરી એકવાર ગુરુ-શિષ્યના સંબંધોને જીવંત કરવાનો છે.
આ મિલન સમારોહમાં માત્ર વાતો જ નહીં, પરંતુ મનોરંજનનો પણ અદભૂત સંગમ જોવા મળશે. કાર્યક્રમની શરૂઆત રાજકોટની પ્રખ્યાત ‘શાંતિભાઇદાબેલી' સાથેના વેલકમ નાસ્તાથી થશે. ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સ્તુતિ વંદના કરવામાં આવશે. મનોરંજન માટે મ્યુઝિક ગેમ્સ અને ડીજેના તાલે ગરબાનું પણ આયોજન કરાયું છે. કાર્યક્રમના અંતે તમામ મિત્રો સાથે મળીને સ્વરુચિ ભોજન લેશે અને દરેકને એક યાદગાર ‘સરપ્રાઈઝ ગિફ્ટ'સાથે વિદાય આપવામાં આવશે.
આ ભવ્ય રીયુનિયનને સફળ બનાવવા માટે આચાર્યા તૃપ્તિબેન જોષી (મો. ૯૯૯૮૮ ૫૪૫૩૮), તૃપ્તિબેન મહેતા, આશાબેન મહેતા, સ્નેહલબેન તલસાણીયા, હેતલબેન ધ્રુવ અને મનિષાબેન પિતલીયા સહિતનો શાળા પરિવાર જહેમત ઉઠાવી રહ્યો છે.(તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(12:01 PM IST)










