<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

ભક્‍તિની હેલી,કિર્તનની રેલી : શ્રી દ્વારકેશ પુષ્ટિ રાસોત્‍સવ-નવવિલાસની રંગત

વૈષ્‍ણવ સંપ્રદાયની ભક્‍તિપરંપરા, પુષ્ટિમાર્ગીય સંસ્‍કળતિ અને શ્રી દ્વારકાધીશ પ્રત્‍યેની ભક્‍તિભાવના સાથે શ્રી દ્વારકાધીશ હવેલી સત્‍સંગ મંડળ-શ્રી દ્વારકેશ ચેરિટેબલ ટ્રસ્‍ટ રાજકોટના નેજા હેઠળ આયોજન મવડીના સાવન સર્કલ પાસે વૈષ્‍ણવ સમાજમાં ભક્‍તિ, સંગીત અને રસોત્‍સવનો અનોખો સંગમ : ખ્‍યાતનામ કલાકારોનાં કિર્તન-સંગીતમય પ્રસ્‍તુતિઓ સાથે ૧૦ દિવસીય ભક્‍તિરસનો આનંદ માણી શકાશે

રાજકોટ, તા.,૧૦ :  વૈષ્‍ણવ સંપ્રદાયની ભક્‍તિપરંપરા, પુષ્ટિમાર્ગીય સંસ્‍કળતિ અને શ્રી દ્વારકાધીશ પ્રત્‍યેની ભક્‍તિભાવનાને વધુ પ્રબળ બનાવવાના હેતુથી રાજકોટ શહેરમાં શ્રી દ્વારકેશ પુષ્ટિ રાસોત્‍સવ-નવવિલાસ ૨૦૨૬નું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. શ્રી દ્વારકાધીશ હવેલી સત્‍સંગ મંડળ તથા શ્રી દ્વારકેશ ચેરિટેબલ ટ્રસ્‍ટ-રાજકોટના નેજા હેઠળ યોજાનાર આ દસ દિવસીય રસોત્‍સવમાં ભક્‍તિ, કીર્તન, સંગીત અને વૈષ્‍ણવ સંસ્‍કળતિનો સુંદર સમન્‍વય જોવા મળશે.

શ્રી યશોદોત્‍સંગ લાલિત સ્‍વરૂપ શ્રીધીંગલમલ પ્રભુ એવંમ્‌ મન્‍મથ સ્‍વરૂપ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશ પ્રભુના પરમ અનુગ્રહ સહ કળપારસ વર્ષિત શ્રી મહાપ્રભુજી એવંમ્‌ શ્રીમદ્‌ વિઠ્ઠલનાથજીની કળપા દ્રષ્ટિ સહ શ્રીમદ્‌ વલ્લભકુલ ભુષણ નિ.લિ.ગો.૧૦૮ શ્રી યદુનાથજી મહારાજશ્રી (પુજ્‍ય શ્રી દાદાજી મહારાજ-કાંકરોલી મથુરા-ધોરાજી)ના મંગલ શુભાષિશ એવંમ્‌ પુ.ગો.૧૦૮ શ્રી પ્રબોધકુમારજી મહારાજશ્રી એવંમ્‌ જયેષ્ઠ આત્‍મજ શ્રી અભિષેકકુમારજી મહોદયશ્રી એવંમ્‌ પુ.ગો.શ્રી રત્‍નેશકુમારજી મહોદયશ્રી એવંમ્‌ ચિ. લાલન શ્રી રક્ષિતરાયજી, ચિ. લાલન શ્રી અવંતશરાયજી ની આજ્ઞા એવમ્‌ આશિવદિ થી આપશ્રી પરિવારના સાનિધ્‍યમાં વૈષ્‍ણવોને રાસોત્‍સવના અલૌકિક અને દિવ્‍ય આનંદ રસની પ્રાપ્તી થાય તેવા શુભ હેતુસર શ્રી દ્વારકાધીશ હવેલી સત્‍સંગ મંડળ દ્વારા નવ વિલાસનું ભવ્‍ય આયોજન નિヘતિ થયેલ છે.

આયોજકોએ જણાવ્‍યુ હતું કે પુષ્ટિમાર્ગીય પરંપરામાં શ્રીનાથજી તથા શ્રી દ્વારકાધીશ પ્રત્‍યેની ભક્‍તિ સાથે રસોત્‍સવનું વિશેષ મહત્‍વ છે. વૈષ્‍ણવ સમાજના પરિવારો સાથે મળીને ભક્‍તિરસનો આનંદ માણી શકે અને નવી પેઢી સુધી વૈષ્‍ણવ સંસ્‍કળતિ તથા પરંપરાનો સંદેશ પહોંચે તેવા ઉદ્દેશ સાથે આ વિશેષ આયોજન કરવામાં આવ્‍યું છે.શ્રી  દ્વારકેશ પુષ્ટિ રાસોત્‍સવ-નવવિલાસ ૨૦૨૬ તા.૧૧ થી તા. ૨૦ દરમિયાન દરરોજ રાત્રે ૮ થી ૧૨ સુધી  રાસોત્‍સવનુ સાવન સર્કલ, સાવન બંગ્‍લોઝની સામે, રામધણ મંદિર પાસે, મવડી-પાળ રોડ,મવડી,રાજકોટ ખાતે કરાયુ છે.

રાસોત્‍સવ દરમિયાન વિવિધ દિવસોમાં ભક્‍તિમય કિર્તન,સંગીત અને સાંસ્‍કળતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. કાર્યક્રમમા ભાવેશભાઈ સીદપરા , સાગર સાંગાણી, પારસ શિરોયા, નયન સોજીત્રા, મોન્‍ટુ સોજીત્રા, યશ ભાલાળા, હાર્દિક ભંડેરી તથા પિયુષ સાંચલા સહિતના ગાયક  કલાકારો પોતાની સંગીતમય પ્રસ્‍તુતિઓ દ્વારા શ્રોતાઓને ભક્‍તિરસમાં તરબોળ કરશે. આ ઉપરાંત અન્‍ય કલાકારો દ્વારા પણ કીર્તન અને ભક્‍તિ સંગીતની પ્રસ્‍તુતિ કરવામાં આવશે.

આ સમગ્ર આયોજનને વૈષ્‍ણવ સમાજના ભાવિકો માટે આધ્‍યાત્‍મિક અને સાંસ્‍કળતિક મિલનના અવસર તરીકે તૈયાર કરવામાં આવ્‍યું છે. રાસોત્‍સવ દરમિયાન ભક્‍તોને ભક્‍તિભાવ સાથે પરિવાર અને સમાજ સાથે જોડાઈને કિર્તન તથા સત્‍સંગનો લાભ મળી રહે તે માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્‍યું છે. આ ઉપરાંત રાસોત્‍સવના સ્‍થળે વૈષ્‍ણવ સમાજ માટે વિવિધ ધાર્મિક તથા સાંસ્‍કળતિક પ્રવળત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ ભાઈ-બહેનો તથા ભાવિકો ઉપસ્‍થિત રહી શ્રી દ્વારકાધીશના ભક્‍તિરસનો લાભ લે તેવી આયોજકો દ્વારા વિનંતી કરવામાં આવી છે.

શ્રી દ્વારકેશ ચેરિટેબલ ટ્રસ્‍ટ-રાજકોટ દ્વારા આયોજિત આ રસોત્‍સવમાં વિશેષ સહયોગી તરીકે શ્રી સામળીયા શેઠ (નંદાલય જતીપુરા), બીપીનભાઈ હળવાણી (ગોપાલ નમકીન) તથા વલ્લભભાઈ કટારિયાનો સહયોગ પ્રાપ્ત થઈ રહ્યો છે. આ સમગ્ર દસ દિવસીય આયોજન દરમિયાન રાજકોટ સહિત આસપાસના વિસ્‍તારોમાંથી મોટી સંખ્‍યામાં વૈષ્‍ણવ પરિવારો અને ભક્‍તજનો ઉપસ્‍થિત રહે તેવી અપેક્ષા છે. આયોજકોએ તમામ ભાવિકોને પરિવાર સાથે ઉપસ્‍થિત રહી શ્રી દ્વારકેશ  પુષ્ટિ રાસોત્‍સવ-નવવિલાસ ૨૦૨૬ ના ભક્‍તિમય વાતાવરણનો લાભ લેવા તથા કીર્તન-સત્‍સંગમાં સહભાગી થવા આમંત્રણ પાઠવ્‍યું છે. રાસોત્‍સવ બાદ દરરોજ પ્રસાદનું આયોજન કરાયું છે.

ભક્‍તિની સાથે માનવ સેવા બુધવારે રક્‍તદાન કેમ્‍પ

રાસોત્‍સવ અંતર્ગત તા.૧૪ ને બુધવારે સાંજે ૪ થી ૭  સુધી ‘બ્‍લડ ડોનેશન કેમ્‍પ'નું આયોજન કરવામાં આવ્‍યું છે.

ભક્‍તિ સાથે સામાજિક સેવાનો સંદેશ આપતા આ રક્‍તદાન કેમ્‍પમાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે.

(3:07 PM IST)