તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
અરવિંદભાઇ મણીયાર શાળામાં શી ટીમ દ્વારા કાર્યક્રમ યોજાયો
ભક્તિનગર પોલીસના જાગૃતિબેન, સુજાતાબેન સહિતે બાળકોને અલગ અલગ મુદ્દે સમજ આપી

રાજકોટઃ શહેરના હુડકો વિસ્તારમાં આવેલી અરવિંદભાઇ મણીયાર શાળામાં ભક્તિનગર પોલીસ સ્ટેશનની શી ટીમ દ્વારા જાગૃકતા કાર્યક્રમ યોજી બાળકોને ગૂડ ટચ બેડ ટચ સહિતની સમજ અપાઇ હતી. તેમજ બાળકોને ચાઇલ્ડ હેલ્પલાઇન વિશે પણ સમજ અપાઇ હતી. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચેતન્ય મંડલિક, ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી આર. એસ. બારીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. ડી. પરમારની રાહબરીમાં કોનસ. જાગૃતિબેન, સુજાતાબેન સહિતે આ કામગીરી કરી હતી.
(3:02 PM IST)










