તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
કોઠારિયા મેઇન રોડ પર રણુજા મંદિર પાસે નવો બ્રિજ બનશેઃ ટેન્ડર પ્રસિધ્ધ
૧૭.૫ કરોડના ખર્ચનો અંદાજઃ હયાતપુલ ૮ મીટરનો જ છેઃ રોડ પહોળો થતા આ બ્રિજ ૨૨ મિટરનો થશે

રાજકોટ ,તા.૩૦: શહેરના સતત વધી રહેલા ટ્રાફિક ભારને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં. ૧૮માં કોઠારિયા મેઈન રોડ પર રણુંજા મંદિર પાસે આવેલા જૂના સાંઢિયા પુલના સ્થાને નવા આધુનિક બ્રિજના નિર્માણ માટે રૂા.૧૭,૦૫,૩૨,૨૨૯ના એસ્ટીમેન્ટ ખર્ચનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ કામ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
હાલનો જૂનો બ્રિજ સાંકડો હોવાથી અહીં રોજિંદા વાહનવ્યવહારમાં ભારે ટ્રાફિક જામ સર્જાય છે. કોઠારિયા મેઈન રોડ શહેરના મહત્વના માર્ગોમાંનો એક હોવાથી આ સ્થળે વર્ષોથી બોટલનેક જેવી સ્થિતિ સર્જાતી હતી. ઉપરાંત સિક્સ લેન નેશનલ હાઈવે, નવા રિંગ રોડ તેમજ ભવિષ્યમાં વધનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને જૂના બ્રિજને દૂર કરીને નવો, વધુ પહોળો અને સુવિધાસભર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રોજેક્ટ હેઠળ ૮થ૪ મીટરના ત્રણ બોક્સ કલવર્ટ સાથે આશરે ૨૨ મીટર પહોળાઈનો નવો બ્રિજ બનાવવામાં આવશે. બ્રિજની બંને બાજુએ ૮-૮ મીટરના મિક્સ્ડ લેન કેરેજવે તથા ફૂટપાથની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તિરુપતિ હેડવર્ક તરફ ૭૭.૪૦ મીટર અને રણુંજા મંદિર તરફ ૧૦૧.૨૪ મીટરના એપ્રોચ રોડનું પણ નિર્માણ કરવામાં આવશે, જેથી વાહનચાલકોને સરળ અને સુરક્ષિત અવરજવર મળી રહે.
આ પ્રોજેક્ટ માટે અંદાજે રૂા.૧૬.૫૪ કરોડનું સિવિલ કામ અને રૂા.૫૧.૧૬ લાખની ભ્પ્ઘ્ ફી સહિત કુલ રૂા.૧૭.૦૫ કરોડનો ખર્ચ થશે. વર્ષ ૨૦૨૫-૨૬ દરમિયાન આશરે રૂા.૨.૦૩ કરોડ અને વર્ષ ૨૦૨૬-૨૭ દરમિયાન રૂા.૧૫.૦૧ કરોડનો ખર્ચ કરવામાં આવશે. મહાનગરપાલિકાની એકાઉન્ટ શાખાએ પણ આ પ્રોજેક્ટની નાણાકીય યોગ્યતા (જ્શર્ઁીઁણૂર્શીશ્ર જ્ફર્ૂીતશણુશશ્રશદ્દક્ક)ની ચકાસણી પૂર્ણ કરી છે. મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ હાલના બ્રિજના સ્ટેબિલિટી રિપોર્ટ, વરસાદી પાણીના પ્રવાહ, ટ્રાફિકની જરૂરિયાત અને ભવિષ્યના વિકાસને ધ્યાનમાં રાખીને બોક્સ કલવર્ટ પ્રકારનો નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બ્રિજનું લેવલ હાલની વોટર બોડીની સ્થિતિને અનુરૂપ જ રાખવામાં આવશે, જેથી પાણીના કુદરતી પ્રવાહમાં કોઈ અવરોધ ઊભો ન થાય.આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ કોઠારિયા મેઈન રોડ પર ટ્રાફિકની વર્ષો જૂની સમસ્યામાં રાહત મળશે. તેમજ શહેરના દક્ષિણ-પヘમિ વિસ્તારના વિકાસને પણ નવી ગતિ મળશે.
(2:44 PM IST)










