News of Friday, 2nd October 2026
રાજકોટના મધ્ય વિસ્તારમાં રાત્રે મોડેથી મોટી માથાકૂટ થઈ? પોલીસના ધાડા ઉતરી પડ્યા
એક જૂથ પ્રનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયાનું પણ જાણવા મળે છે

રાજકોટ: શહેરના મધ્ય વિસ્તારમાં આવેલ યાજ્ઞિક રોડથી ભીલવાસ વચ્ચે બે જૂથ વચ્ચે આ લખાય છે ત્યારે રાત્રે મોડેથી મોટી માથાકૂટ થઈ હોવાનું જાણવા મળે છે. પોલીસના ધાડા ઉતરી ગયા છે. એક જૂથ પ્રનગર પોલીસ સ્ટેશન પહોંચી ગયાનું પણ જાણવા મળે છે. માથાકૂટ શુ બાબતે થઈ છે તે અંગે વધુ વિગતો મેળવાઈ રહી છે.
(11:34 PM IST)










