<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th November 2026

દિવાળી કાર્નિવલમાં વિવિધ થીમના ટેબ્‍લોનો ભવ્‍ય નજારો જોવા મળશે

નમો ટ્રક, મિલટરી ટેબ્‍લો, ગુજરાતની સંસ્‍કળતિના ટેબ્‍લોઃ ઘોડેસવારો, બુલેટ અને પાઇલોટ કાર સાથે ભવ્‍ય પ્રારંભઃ બે દિવસ સુધી રોજ રાત્રે ૭, ૯ અને ૧૧ વાગ્‍યે દેશભક્‍તિની થીમ પર વિશેષ આયોજનઃ જોકર, મિકી માઉસ, ડોનાલ્‍ડ ડક સહિત ૪૦ કેરેક્‍ટર્સ બાળકોમાં આકર્ષણ જમાવશે

 

દિવાળી કાર્નિવલમાં મનોરંજનનો રંગઃ રાજકોટઃ મહાનગરપાલિકાના દિવાળી કાર્નિવલ માટે વિવિધ કેરેક્‍ટર્સ અને આકર્ષક ટેબ્‍લોનું આયોજન કરવામાં આવ્‍યું છે. તસવીરમાં બાળકોને આકર્ષે તેવા કેરેક્‍ટર્સ તથા રંગબેરંગી રોશનીથી શણગારેલા ટેબ્‍લોની ઝલક નજરે પડે છે.

રાજકોટ તા.૫: મહાનગરપાલિકા દ્વારા આયોજિત દિવાળી કાર્નિવલમાં આ વર્ષે રંગબેરંગી રોશની, મનોરંજન અને સાંસ્‍કળતિક કાર્યક્રમોની સાથે વિશેષ ટેબ્‍લો આકર્ષણનું કેન્‍દ્ર બનશે. કાર્નિવલમાં દેશભક્‍તિની થીમ પર ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ચાવાળાથી ગુજરાતના મુખ્‍યમંત્રી અને ત્‍યારબાદ દેશના વડાપ્રધાન સુધીની સફર દર્શાવતો વિશેષ ‘‘નમો ટ્રક'' સૌથી આગળ રહેશે.

કાર્નિવલના  પ્રારંભે ઘોડેસવારો, રાજકોટ મહાનગરપાલિકાની પાઇલોટ કાર અને બુલેટ સવારો જોડાશે. ત્‍યારબાદ વિવિધ થીમ આધારિત ટેબ્‍લો અને કેરેક્‍ટર્સ સાથે રંગારંગ રજૂઆત કરવામાં આવશે. આ સમગ્ર આયોજનમાં દેશભક્‍તિ અને ગુજરાતની સાંસ્‍કળતિક વિરાસતને વિશેષ સ્‍થાન આપવામાં આવ્‍યું છે.

કાર્નિવલમાં ‘‘સારે જહાં સે અચ્‍છા, હિન્‍દુસ્‍તાન હમારા'' ગીત સતત વગાડવાનું આયોજન કરવામાં આવ્‍યું છે. દેશભક્‍તિની થીમ સાથે મિલિટરી ટેબ્‍લો પણ રજૂ કરવામાં આવશે. ઉપરાંત ગુજરાતની ઓળખ સમાન ગરબા સહિતની લોકસંસ્‍કળતિને રજૂ કરતા ટેબ્‍લો પણ આકર્ષણ જમાવશે.

બાળકોના મનોરંજન માટે જોકર, મિકી માઉસ, ડોનાલ્‍ડ ડક સહિત કુલ ૪૦ જેટલાં વિવિધ કેરેક્‍ટર્સ રાખવામાં આવ્‍યા છે. આ કેરેક્‍ટર્સ કાર્નિવલમાં બાળકો અને પરિવારો માટે વિશેષ આકર્ષણ બનશે.

કાર્નિવલ દરમિયાન બે દિવસ સુધી દરરોજ રાત્રે ૭, ૯ અને ૧૧ વાગ્‍યે એમ ત્રણ વખત આ વિશેષ આયોજન રજૂ કરવામાં આવશે. આમ, બે દિવસમાં કુલ છ વખત મુલાકાતીઓ આ કાર્યક્રમનો આનંદ માણી શકશે.

દિવાળી કાર્નિવલમાં આ વખતે ટેબ્‍લો અને વિવિધ કેરેક્‍ટર્સ દ્વારા મુલાકાતીઓને મનોરંજનની સાથે દેશભક્‍તિ તથા ગુજરાતની સંસ્‍કળતિનાં દર્શન કરાવવાનું આયોજન કરવામાં આવ્‍યું છે.(૨.૨૧)

ચાવાળાથી વડાપ્રધાન સુધીની નરેન્‍દ્રભાઇ

મોદીની સફર દર્શાવતો ‘નમો ટ્રક'!

રાજકોટઃ દિવાળી કાર્નિવલમાં સૌથી આગળ રહેનારો નમો ટ્રક વિશેષ આકર્ષણ બનશે. આ ટેબ્‍લોમાં વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીની ચાવાળાથી ગુજરાતના મુખ્‍યમંત્રી અને ત્‍યારબાદ દેશના વડાપ્રધાન બનવા સુધીની રાજકીય સફર દર્શાવવામાં આવશે. તેની સાથે મિલિટરી ટેબ્‍લો પણ જોડાશે.(૨.૨ર)

જોકર, મિકી માઉસ સહિત ૪૦ કેરેક્‍ટર્સ બાળકોને મોજ કરાવશે!

દિવાળી કાર્નિવલમાં બાળકોના મનોરંજન માટે ખાસ આયોજન કરવામાં આવ્‍યું છે. જોકર, મિકી માઉસ, ડોનાલ્‍ડ ડક સહિત કુલ ૪૦ જેટલાં વિવિધ કેરેક્‍ટર્સ જોવા મળશે. બાળકો અને પરિવારો માટે આ રંગબેરંગી કેરેક્‍ટર્સ આકર્ષણનું કેન્‍દ્ર બનશે.

(3:31 PM IST)