તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 1st October 2026
કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં નદી કાંઠે નવજાત બાળકીને નિષ્ઠુર જનેતાએ ત્યજી દીધી
જાગૃત નાગરિકે જાણ કરતાં ૧૦૮ પહોંચીઃ તેના તબિબે સારવાર આપી બાળકીને હોસ્પિટલમાં ખસેડીઃ પોલીસે તપાસ હાથ ધરી ત્યજી દેવાયેલી નવજાત બાળકી અને તેને હોસ્પિટલે ખસેડનાર ૧૦૮ની ટીમ નજરે પડે છે

રાજકોટ તા. ૩૦: શહેરના કાલાવડ રોડ પર વિરડા વાજડી ગામે બાલાજી કંપની નજીક નદી કિનારે તાજી જન્મેલી એક બાળકીને ત્યજી દેવામાં આવતાં ચકચાર મચી ગઇ છે. બનાવની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી અને બાળકીને સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરી હતી.
જાણવા મળ્યા મુજબ વિરડા વાજડી નજીક નદી કાંઠે આશરે સાત દિવસ પહેલા જન્મેલી બાળકને કોઇએ ત્યજી દીધી હોઇ આ અંગેની જાણ કોઇ રાહદારી દ્વારા થતાં તુરત જ ૧૦૮ સાથે ઇએમટી મનિષાબેન પરમાર અને પાઇલોટ પહોંચી ગયા હતાં. તબિબે બાળકીને તપાસતાં શરીરનું તાપમાન યોગ્ય જણાયું નહોતું. તે રડતી પણ નહોતી. આથી તુરત જ બાળકીને સ્ટીમ્યુલેશન આપતાં તે રડવા માંડી હતી અને સ્થિતિમાં સુધારો થયો હતો.
પ્રાથમિક સારવાર બાદ બાળકીને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતાં આ નવજાત ફુલડા જેવી બાળકીને કોણ ત્યજી ગયું? તેની તપાસ હાથ ધરી છે.
(3:03 PM IST)










