<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

હાસ્ય અને રહસ્યથી ભરપૂર ગુજુ ફિલ્મ ‘‘ પીધા પછી ’’

૧૧મી સપ્ટેમ્બર રિલીઝ થશે ‘‘ પીધા પછી '' ફિલ્‍મના કલાકારો અકિલાનાં આંગણે ઞ્જ થાઇલેન્‍ડ અને બેંગકોકનાં રમણીય દ્રશ્‍યો વચ્‍ચે મિત્રોની ધમાલ ઞ્જ ચાર મિત્રો, વિદેશની સફર અને એક એવી રાત... જે કોઇને યાદ જ નથી ઞ્જ અમદાવાદ અને થાઇલેન્‍ડ બેંગકોકમાં શૂટીંગ

 

ગુજરાતી ફિલ્‍મ ‘‘પીધા પછી''આગામી ૧ સપ્‍ટેમ્‍બરનાં મોટા પડદા પર રીલિઝ થવા થઇ રહી છે. ત્‍યારે ‘‘અકિલા''નાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ફિલ્‍મનાં કલાકારો તસ્‍વીરમાં નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા.૮: ગુજરાતી સિનેમા છેલ્લા કેટલાક વર્ષોમાં વિષય વસ્‍તુ, રજૂઆત અને ટેકનિકની દ્રષ્‍ટિએ સતત નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે ગુજરાતી દર્શકોને મનોરંજનની સાથે કંઇક અલગ અનુભવ કરાવવાના પ્રયાસરૂપે હવે એક નવી ગુજરાતી ફિલ્‍મ ‘‘પીધા પછી'' દર્શકોના મનોરંજન માટે તૈયાર છે. ફિલ્‍મનું નામ જ દર્શકોમાં ઉત્‍સુકતામાં જણાવે છે અને તેની વાર્તા પણ આ નામને અનુરૂપ મસ્‍તી, મિત્રતા, ગુંચવણ અને રહસ્‍યથી ભરપૂર છે. ફિલ્‍મનાં કલાકારો સ્‍મિત પંડયા, આર.જે. આકાશ, આર.જે. આકાશ, હેમીન ત્રિવેદી, આકાશ પંડયા, તર્જની ભાડલા, વ્રજના પંડયા સહિતનાં કલાકારો અકિલાની મુલાકાતે આવ્‍યા હતા અને ફિલ્‍મ વિશે માહિતી આપી હતી.

અભિનેતા સ્‍મિત પંડયાએ જણાવ્‍યું કે ફિલ્‍મ ‘‘પીધા પછી''ની ઘટના મિત્રનાં લગ્નની બેચરલ પાર્ટીનો કન્‍સેપ્‍ટ છે. ફિલ્‍મની વાર્તા યુવાનોની ટોળીની આસપાસ ફરે છે. જેઓ વડીલોની ચારધામ યાત્રાની સલાહને અવગણીને થાઇલેન્‍ડ અને બેંગકોકની સફરે નીકળી પડે છે. ‘‘ગળામાં માળા કામ બધાય કાળા'' કહેતી આ મિત્રોની ટોળીની રાત રંગીન માહોલમાં વિતે છે. જયારે મિત્રો સવારે નશામાંથી ઉઠે છે અને તેમને આગલી રાતનું નશા માંથી ઉઠે છે અને તેમને આગલી રાતનું કશું જ યાદ નથી હોતું અને એ પછી જે પરિસ્‍થિતિ સર્જાય છે તેની આસપાસ આખી ફિલ્‍મ વણાયેલી છે.

ફિલ્‍મ જોયા પછી દર્શકોને શું જવાબ મળશે? અભિનેત્રી તર્જની ભાડલાએ જણાવ્‍યું કે ફિલ્‍મમાં જે દર્શાવાયું છે હકીકતમાં આવા ખેલ ન કરવા એ જ ફિલ્‍મનો મેસેજ છે. ફિલ્‍મનું ૬ દિવસનું શૂટીંગ અમદાવાદમાં અને ૧૯ દિવસનું શૂટીંગ થાઇલેન્‍ડ અને બેંગકોકમાં થયું છે. કલાકારોએ ૧૬ થી ૭૭ કલાક શૂટીંગ કર્યુ છે. કલાકારોએ જણાવ્‍યું કે સખત ગરમીની વચ્‍ચે થાઇલેન્‍ડમાં શુટીંગ કરવું એક ટાસ્‍ક હતો જે અમે પૂર્ણ થયો.

પુરૂષ પ્રધાન મિત્રોની વાર્તામાં મહિલા પાત્રને કઇ રીતે રજૂ કરાયા છે?  અભિનેત્રી વ્રજના પંડયાએ જણાવ્‍યું કે ફિલ્‍મોમાં મારા લગ્ન આકાશ સાથે થાય છે અને આકાશની બેચરલ પાર્ટી મિત્રો કરે છે.

થાઇલેન્‍ડમાં શૂટીંગ વખતે ખૂબ બજા આવી ટીમ ક્રુ મેમ્‍બર સાથે બોન્‍ડીંગ ખૂબ સરસ રહ્યું. આપણા ગુજરાતીઓ બધાને મજા આવે એવી ફિલ્‍મ જોવા ખાસ જાવ એ જરૂરી છે.

આરજે આકાશનું કહેવું હતું કે ‘‘પીધા પછી'' ફિલ્‍મ સંપૂર્ણ એન્‍ટરટેનમેન્‍ટ ફિલ્‍મ છે. જે લોકોને પેટ પકડીને ખડખડાટ હસાવશે  લોકોની ટીકીટના પૈસા વસૂલ થાય તેવી આ ફિલ્‍મ છે.

સ્‍ક્રીપ્‍ટની જરૂરીયાત મૂજબ લાઇવ લોકેશન દર્શાવાયા છે. પછી બે ફિલ્‍મનું શૂટીંગ જે ઘરમાં થયું હતું તુે ઘરમાંજ ‘‘પીધા પછી'' ફિલ્‍મના કેટલાક સીન શુટ થયા છે.

ચાઇલ્‍ડ લેબરમાં ફની ડાયલોગ્‍સ, રસિયન મસાજની કોમેડી અને ‘મોહી પટેલ' નામના પાત્રની એન્‍ટ્રી આ ફિલ્‍મને ખૂબ જ રોમાંચક બનાવે છે.  ‘‘પીધા પછી'' ફિલ્‍મમાં થાઇલેન્‍ડ અને બેંગકોકના અદભૂત દરિયાઇ દ્રશ્‍યો મોટા પડદા પર જીવંત થશે.

અણુઓ મહેતાના સરોવર આર્ટસ જેવા પ્રોડકશનમાં નિર્માણ પામેલ જાણીતા દિગ્‍દર્શક  નિશીત બ્રહ્મભટ્ટની બનાવેલ અને ડોકટર રિશીકેષ ઠકકરની ગજબની વાર્તા સાથે સંગીત ગૌરવ ધોળા અને ડીજે કિવડનું છે. આગામી ૧૧મી સપ્‍ટેબ્‍મર ૨૦૨૬ને શુક્રવારે રાજયભરમાં સિનેમાઘરોમાં રિલીઝ થશે ફિલ્‍મ  ‘‘પીધા પછી'' ભાઇબંધો સાથે કોમેડી માણવા માગતા દર્શકો માટે આ ફિલ્‍મ એક શાનદાર મનોરંજન પૂરૂ પાડશે.(૩૮.૩૫)

 

ગુજરાતી દર્શકોને થિયેટર સુધી નવા રસ્‍તા શોધવા જરૂરી પહોંચાડવા

આગામી ૧૧ સપ્‍ટેમ્‍બરને શુક્રવારે રિલીઝ થનાર કોમેડીથી ભરપુર ફિલ્‍મ  ‘‘પીધા પછી''ના કલાકારોએ અકિલા ખાતે મુલાકાતમાં જણાવ્‍યું હતું કે આજકાલ ઓટીટીમાં ફિલ્‍મો દર્શાવવા લાગી છે. લોકો મોબાઇલમાં ફિલ્‍મો જુએ છે પણ બીગ સ્‍ક્રીન જેવી મજા અને થિયેટરનો માહોલ મોબાઇલમાં મળતો નથી. જો ફિલ્‍મ એક સપ્તાહમાં થિયેટરમાં ચાલી ગઇ તો સફળતા ચોકકસ મળે છે. આજે માઉથ ટુ માઉથ પબ્‍લીસીટી ખૂબ અસર કરે છે. ફિલ્‍મો અને સારી સ્‍ક્રીપ્‍ટ હોય તો  ગુજરાતી દર્શકોને થિયેટર સુધી પહોંચાડી શકાય છે. આમ પણ ગુજુઓને થિયેટર સુધી લાવવા નવા રસ્‍તાઓ શોધવા જરૂરી છે.

 ‘‘પીધા પછી'' ફિલ્‍મનાં ગીતોને મળ્‍યા ૧ મીલીયન વ્‍યુઝ...

આગામી તારીખ ૧૧ સપ્‍ટેમ્‍બરે દર્શકોને ખડખડાટ હસાવવા આવતી ગુજરાતી ફિલ્‍મ  ‘‘પીધા પછી'' નાં ગીતોને ૧ મીલીયન વ્‍યુઝ મળ્‍યા છે. ફિલ્‍મમાં ત્રણ જ ગીતો છે જેમાં એક ગરબો પણ લેવાયો છે. સાથે થાઇલેન્‍ડ અને બેંગકોકમાં શુટીંગ થયું હોય પહેલીવાર આઇટમ ગીત પણ લેવાયું છે જેને હાલમાં જ ૧ મીલીયન વ્‍યુઝ મળી ચુકયા છે.

(3:25 PM IST)