તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 17th April 2026
જે ભગવાન ટ્રસ્ટ દ્વારા રવિવારે વેરાવળ (શાપર) ખાતે પાંચ દીકરીઓના સમુહ લગ્નોત્સવ
કરીયાવરમાં ૧૧૫ વસ્તુઓ અપાશેઃ સંતો-મહંતોના સામૈયા

રાજકોટઃ જે ભગવાન ટ્રસ્ટ દ્વારા પાંચ-દિકરીઓના બીજા સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવનું આયોજન તા.૧૯ રવિવારે સર્વોદય સોસાયટી શેરી નં.૨૪, પિતૃકૃપા હોટલની પાછળ, પોસ્ટઓફીસની બાજુમાં, કોમન પ્લોટ, વેરાવળ (શાપર), જિ.રાજકોટ ખાતે કરવામાં આવેલ છે.
સંતો મહંતોના સામૈયા સવારે ૯:૩૦ વાગ્યે કરવામાં આવશે.
આ પ્રસંગે મંડપરોપણ તા.૧૮, શનિવારે સવારે ૭ કલાકે, દાંડિયા રાસ રાત્રે ૯ કલાકે, જાન આગમન તા.૧૯, રવિવારે સવારે ૮ કલાકે, હસ્ત મેળાપ સવારે ૧૦ કલાકે તેમજ ભોજન-સમારંભ ૧૧:૩૦ વાગ્યાથી શરૂ થશે.
આ સમુહલગ્નમાં સંતો-મહંતોના આશીર્વચન આપશે. દાતાઓના સહયોગથી દિકરીઓને કરિયાવરમાં ૧૧૫ ઘરવખરીની વસ્તુઓ આપવામાં આવશે.
આ સમુહલગ્નને સફળ બનાવવા અરવિંદબાપુ માકડીયા, હંસાબેન અરવિંદબાપુ માકડીયા, જયાબેન વાઘ, જેન્તીભાઈ પુનાભાઈ પરમાર (ગામઃ વાડઘરી), માધવભાઈ સિંધવ (શાપર-વેરાવળ) જહેમત ઉઠાવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનિય છે કે જે ભગવાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર, ચા-પાણી, નાસ્તો, આરામગૃહની વ્યવસ્થા, ચારા દિવસ પાલન પીરના મેડીએ અન્નક્ષેત્ર ૧૪ એપ્રિલના રોજ રેલીમાં વરીયાળી શરબતનું વિતરણ સહિતની સેવા પ્રવૃતિ કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું છે.
તસ્વીરમાં અરવિંદબાપુ (શાપર-વેરાવળ) મો.૯૭૨૭૧ ૯૦૮૭૭, આનંદભાઈ માકડીયા (શાપર-વેરાવળ) મો.૭૦૬૯૩ ૩૦૮૦૪, જેન્તીભાઈ પુનાભાઈ પરમાર (ગામઃ વાડઘરી) મો.૯૭૨૫૬ ૫૨૬૩૦ વિ.નજરે પડે છે.(તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(2:33 PM IST)










