તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
રેલનગર જસાણી રેસીડેન્સીમાં મામાસાહેબ ગરબી મંડળ ખાતે હિન્દુ-મુસ્લીમ એકતાના અનેરા દર્શન

અત્રેના રેલનગર વિસ્તારમાં આવેલ જસાણી રેસીડેન્સી ખાતે દર વર્ષે યોજાતી મામાસાહેબની ગરબી મંડળમાં હિન્દુ મુસ્લીમ એકતાના અનેરા દર્શન થાય છે. આ રેસીડેન્સી ખાતે બાળાઓ અવનવા રાસગરબા રજૂ કરી માતાજીની સ્તુતિ અને ગરબા કરે છે. રોજેરોજ આરતી અને પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે. આ મામા સાહેબની ગરબીના આયોજનમાં રેસીડેન્સીના કાર્યકર ઈબુભાઈ બેલીમના નેતળત્વમાં સુરેશભાઈ, કરશનભાઈ, પ્રવિણભાઈ, ભૂપતભાઈ સહિતના લોકો અમૂલ્ય ફાળો આપી રહ્યાં છે. આ ગરબીએ રેલનગર વિસ્તારમાં લોકોનું ખાસ ધ્યાન ખેંચ્યુ છે
(3:17 PM IST)










