News of Wednesday, 18th November 2026
રાજકોટમાં ભવ્યાતિભવ્ય તુલસી વિવાહ યોજાશે
શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો) આંબેવપીરધામ, આહીર સમાજનું સંયુકત આયોજન ૧૧૦૦થી વધૂ કાર, ઘોડી, હાથી, બળદગાડા, બુલેટ, બગી સામે ઠાકરની શાહી જાન નીકળશે..

રાજકોટ, તા.૧૮: રાજકોટમાં ધાર્મિક આસ્થા, સામાજિક એકતા અને આહિર સમાજની પરંપરાગત સંસ્કળતિનો અદભુત સંગમ સર્જાય તેવો ભવ્ય સામૂહિક તુલસી વિવાહ મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. શ્રી નકલંક મંદિર (ઠાકર દ્વારો), સંતશ્રી આંબેવપીર ધામ (પાણ) તથા આહીર સમાજ રાજકોટના સંયુક્ત આયોજન હેઠળ યોજાનારા આ મહોત્સવમાં પરંપરાગત લગ્નપ્રસંગને ભવ્ય અને ઐતિહાસિક સ્વરૂપ આપવાની તૈયારીઓ કરવામાં આવી છે. આ આયોજનમાં ધાર્મિક વિધિઓની સાથે શાહી વરઘોડો, લોકસંસ્કળતિ, સંગીત અને પરંપરાગત રાસની ઝલક જોવા મળશે.
આહિર સેના દ્વારા તૈયાર કરવામાં આવેલી રૂપરેખા મુજબ આશરે ૧૧ કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ૧૧૧૧ કારથી લઈને ઘોડેસવારો, બગી, વિન્ટેજ કાર, બળદગાડાં અને બુલેટ સહિતની સવારી જોડાશે. એક તરફ આધુનિક વાહનોની વિશાળ કતાર જોવા મળશે તો બીજી તરફ પરંપરાગત સવારી દ્વારા જૂના સમયની રાજાશાહી અને સંસ્કળતિની યાદ તાજી થશે.આ આયોજન માત્ર એક ધાર્મિક પ્રસંગ પૂરતું સીમિત ન રહેતાં સમાજના નાના-મોટા તમામ વર્ગોને એક મંચ પર જોડવાનું માધ્યમ બનશે.
આ સામૂહિક તુલસી વિવાહમાં ૧૧ લાખના સાબ મામેરાનું આયોજન પણ વિશેષ આકર્ષણ રહેશે. ભારતીય લગ્નપરંપરામાં મામેરાનું વિશેષ ધાર્મિક અને સામાજિક મહત્ત્વ રહેલું છે. આ પરંપરાને સામૂહિક સ્વરૂપે ઉજવીને સમાજમાં એકતા, સહકાર અને પારિવારિક ભાવનાનો સંદેશ આપવામાં આવશે.આવા સામૂહિક આયોજનથી સમાજના પરિવારોને એકબીજા સાથે જોડાવાની તક મળે છે.
૨૦ અને ૨૧ નવેમ્બરના રોજ વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં ગણેશ સ્થાપના, મંડપ મુહૂર્ત, મહામંગળ પ્રસંગ, ભવ્ય લોકડાયરો, મહાપ્રસાદ, જાન પ્રસ્થાન અને આહીર રાસ સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે.
પાળના ઠાકર અને સંતશ્રી આંબેવપીર ધામ (પાળ) ના સાનિધ્યથી ભાનુઆઈમાં ના માર્ગદર્શન હેઠળ બંધવાળા મેલડીમાના સાનિધ્ય ખોખળદળ ખાતે જાડેરી જાન જોડી પહોંચશે અને શક્તિ સાંનિધ્યમાં તુલસી વિવાહ સંપન્ન થશે.
આ ભવ્ય તુલસીવિવાહના આયોજનમાં ૧૧૧૧ કાર, ૧૧૧ ઘોડી, ૩૧ બગી, ૧૧ વિન્ટેજ કાર, એક હાથી, ૧૧ બળદગાડાં, ગુજરાતનું વિખ્યાત કોહિનૂર બેન્ડ, ૫૧ ઢોલ-શરણાઈ, ભવ્ય તલવાર રાસ, ૧૧ કિલોમીટર લાંબી શોભાયાત્રા, શુભ ચોકડી રાસ અને ૧૧૧ બુલેટ સહિત ઠાકરની જાનમાં લાખો જાનૈયાઓ જોડાશે
(3:58 PM IST)










