તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
News of Wednesday, 2nd September 2026
જન્માષ્ટમીએ ભવ્ય ‘મટકી ફોડ'સ્પર્ધા
‘કાનુડાની કૃષ્ણલીલાના રંગે રંગાશે રાજકોટ, જન્માષ્ટમીના પર્વે જામશે ભવ્ય મટકી ફોડ!' : ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે રાત્રે ૮ થી ૧૧ કલાક દરમિયાન યોજાશે રંગારંગ કાર્યક્રમઃ ઉપસ્થિત તમામને મનપા દ્વારા ફરાળી પેટીશનો પ્રસાદ : વિશાળ જનમેદનીની ઉપસ્થિતિ વચ્ચે ઓરકેસ્ટ્રા શો, સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ‘‘ધમાલ રાસ (આદિવાસી નળત્ય) રજૂ કરશે, ગોવિંદા ગ્રુપની સ્પેશિયલાઇઝડ પિરામિડ રજૂઆત, ડી.જે. પર કળષ્ણ ભક્તિના ગીતો, ભવ્ય લાઇટિંગ-શુશોભન સહિત અનેક આકર્ષણો બનશે કેન્દ્રબિંદુ

રાજકોટ તા.૨: શહેરની સાંસ્કળતિક, ધાર્મિક અને ઉત્સવપ્રિય પરંપરાને વધુ ભવ્યતા સાથે ઉજાગર કરવા તેમજ જન્માષ્ટમીના પાવન પર્વને ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવના સાથે ઉજવવાના હેતુથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા.૦૪- શુક્રવારના રોજ રાત્રે ૦૮: ૦૦ કલાકે, ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય ‘‘મટકી ફોડે'' સ્પર્ધાનું અદકેરૂ આયોજન કરવામાં આવ્યું છે. તેમ મેયર ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન મનીષભાઈ ભટ્ટ દ્વારા જણાવ્યું છે.
ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવની ઉજવણીના ભાગરૂપે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મટકી ફોડ મંડળીઓ જોડાય અને રાજકોટની ઉત્સવપ્રિય પરંપરાને વધુ જીવંત બનાવે તે માટે રાજકોટ મહાનગર પિાલિકા દ્વારા શહેરની વિવિધ મંડળીઓને ઉત્સાહપૂર્વક ભાગ લેવા આહ્વાન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ તા. ૪ સપ્ટેમ્બર, ૨૦૨૬, શુક્રવારના રોજ રાત્રે ૮:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક દરમિયાન ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાશે. કાર્યક્રમ દરમિયાન પરંપરા, ભક્તિ, સંગીત, સાહસ અને મનોરંજનનો અનોખો સંગમ જોવા મળશે.
આ વર્ષે યોજાનાર મટકી ફોડ કાર્યક્રમને વધુ ભવ્ય અને યાદગાર બનાવવા માટે વિવિધ આકર્ષણોનું આયોજન કરવામાં આવ્યું છે. ઓરકેસ્ટ્રા શો, સીદી બાદશાહની ટીમ દ્વારા ગીરનો પ્રખ્યાત ‘‘ધમાલ રાસ (આદિવાસી નળત્ય) રજૂ કરશે
મટકી ફોડની પરંપરાગત રમતમાં સાહસ, ટીમવર્ક અને ઉત્સાહનો અદભૂત સમન્વય જોવા મળશે. વિશેષ તાલીમબદ્ધ સ્પેશિયલાઇઝ્ડ પિરામિડ મંડળી (ગોવિંદા ગ્રુપ) દ્વારા મટકી ફોડની રોમાંચક રજૂઆત કરવામાં આવશે, જે ઉપસ્થિત જનમેદની માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવના પાવન માહોલને અનુરૂપ ડી.જે. દ્વારા કળષ્ણ ભક્તિના લોકપ્રિય ગીતો અને સંગીતની ધૂનોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉત્સવમય બનાવવામાં આવશે.
ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે ભવ્ય લાઇટિંગ, આકર્ષક શોભાસજ્જા અને રંગબેરંગી સજાવટ દ્વારા સમગ્ર કાર્યક્રમ સ્થળને ઉત્સવના માહોલમાં સજાવવામાં આવશે.
મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેનાર મંડળીઓ દ્વારા ઊંચા પિરામિડ રચી મટકી ફોડવાની રોમાંચક રજૂઆત કરવામાં આવશે. સ્પર્ધામાં મંડળીના સભ્યો વચ્ચેનું ટીમવર્ક, શારીરિક કૌશલ્ય અને ઉત્સાહ દર્શકોમાં રોમાંચ જગાવશે.
મટકી ફોડ સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છુક મંડળીઓ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિનામૂલ્યે ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને પ્રકારની રજીસ્ટ્રેશન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વિવિધ મટકી ફોડ મંડળીઓ વધુમાં વધુ સંખ્યામાં નોંધણી કરાવી આ ભવ્ય સ્પર્ધામાં જોડાય અને જન્માષ્ટમીના ઉત્સવને વધુ રંગીન બનાવે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ www.rmc.gov.in ઉપર જઈને ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ ભવ્ય મટકી ફોડ કાર્યક્રમ માત્ર એક સ્પર્ધા પૂરતો સીમિત ન રહેતા ‘‘ભગવાન શ્રીકળષ્ણ'' પ્રત્યેની ભક્તિ, યુવાનોનો ઉત્સાહ, મંડળીઓનું ટીમવર્ક તથા રાજકોટની ઉત્સવપ્રિય સંસ્કળતિનું ભવ્ય પ્રતિબિંબ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મેયરશ્રી ડો.નેહલ શુક્લ, ડેપ્યુટી મેયરશ્રી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પીપળીયા, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાશ્રી ડો.હિરેનભાઈ ખીમાણિયા, શાસક પક્ષ દંડકશ્રી સંજયસિંહ રાણા અને સમાજ કલ્યાણ સમિતિ ચેરમેનશ્રી મનીષભાઈ ભટ્ટ દ્વારા જન્માષ્ટમીના પાવન પર્વની રાત્રે ચૌધરી હાઇસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર આ રંગારંગ કાર્યક્રમમાં શહેરના નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મટકી ફોડ મંડળીઓનો ઉત્સાહ વધારવા અને ભગવાન શ્રીકળષ્ણના જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી બનવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. (૩.૧૮)
વિજેતા મંડળીઓને કેટલુ ઇનામ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મટકી ફોડ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર મંડળીઓને પ્રોત્સાહિત કરવા માટે આકર્ષક રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે.પ્રથમ ઇનામ ラ રૂ. ૧,૫૦,૦૦૦/-, દ્વિતીય ઇનામ ラ રૂ. ૧,૨૧,૦૦૦/-,તથા તળતીય ઇનામને ラ રૂ. ૧,૦૧,૦૦૦/-, પુરસ્કાર આપવામાં -આવશે. ઉપરાંત સ્પર્ધામાં ભાગ લેનાર અને વિજેતાને પુરસ્કાર સહિત શિલ્ડ આપી સન્માન કરવામાં આવશે.
(2:45 PM IST)










