<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

રાજકોટના કાલાવડ રોડ્ પરના BAPS મંદિરમાં 1500થી વધુ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ, દર્શન કરી ભક્તો મંત્રમુગ્ધ

ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા: નવા વર્ષ નિમિત્તે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું જીવન સુખમય બને તેવી ભગવાનને પ્રાર્થના

રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે નૂતન વર્ષ નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનને 1500થી વધુ વિવિધ વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. અન્નકૂટમાં વિવિધ પ્રકારના ફરસાણ, અવનવી મીઠાઈઓ, કેક તેમજ હેલ્ધી શેક સહિતની અસંખ્ય વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અન્નકૂટનાં દર્શન કરીને ભક્તો મંત્રમુગ્ધ બન્યા હતા. નવા વર્ષના પ્રથમ દિવસે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. BAPS મંદિરના કોઠારી સ્વામી અપૂર્વમુનિ સ્વામીએ જણાવ્યું હતું કે નવા વર્ષ નિમિત્તે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય અને સૌનું જીવન સુખમય બને તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે.

(2:32 PM IST)