<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

દિકરી જીવનનો શણગાર, બાપનું હૃદયઃ પૂ. ગિરિબાપુ

જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ આયોજિત ‘ગૌ ધામ શિવકથા'નો નવમા દિવસે વિરામ : વિરામ પ્રસંગે ટ્રસ્‍ટી મંડળની ટીમ સહિતના સૌ ભાવુક થયાઃ ૧૬ દિકરીઓના સમૂહલગ્ન યોજાયા

રાજકોટ, તા.,૧ : રાજકોટના મવડી વિસ્‍તાર સ્‍થિત અમળતવાટિકા ગ્રાઉન્‍ડ, સર્વોદય સ્‍કૂલ સામે જય સરદાર ગૌસેવા સમાજ ટ્રસ્‍ટ દ્વારા આયોજિત ‘ગૌ ધામ શિવકથા'નો નવમા દિવસે વિરામ થયો છે. સુપ્રસિદ્ધ શિવકથાકાર પૂ.ગિરિબાપુના વ્‍યાસાસને નવ દિવસ સુધી વિઘ્‍ન વિના ભક્‍તિ અને શિવકથાની ગંગા વહેતી રહી હતી. કાળઝાળ ગરમી હોવા છતાં મોટી સંખ્‍યામાં ભક્‍તો ઉમટી પડ્‍યા હતા અને કથાનો લાભ લઈ પુણ્‍યનું ભાથું બાંધ્‍યું હતું.વિરામ પ્રસંગે ટ્રસ્‍ટી મંડળની ટીમ સહિતના સૌ ભાવુક થઈ ગયા હતા.

 નવમા દિવસે પૂ. ગિરિબાપુએ સતીખંડ તથા શિવ-પાર્વતી વિવાહ પ્રસંગનું ભાવપૂર્ણ વર્ણન કર્યું હતું. સતીએ તપ પૂર્ણ કર્યા બાદ વ્રજેશ નગર પરત ફરી અને શિવજી કૈલાશ પરત ગયા હતા. શિવજી વિવાહ માટે રાજી થયા હોવાની ખુશખબરથી સમગ્ર નગરમાં આનંદ ફેલાયો હતો. દેવતાઓએ સપ્તઋષિઓને વિવાહ પત્રિકા લઈને શિવજી પાસે મોકલ્‍યા હતા.પૂ.ગિરિબાપુએ શિવજીના વૈરાગ્‍યમય સ્‍વરૂપનું વર્ણન કરતા કહ્યું કે શિવજીના શરીરે ભભૂત, મળગચર્મ, જટાજૂટ, ભાલ પર ત્રીનેત્ર અને ગળામાં સર્પ મનુષ્‍યજીવન માટે સંદેશ આપે છે.

પૂ.ગિરિબાપુએ જણાવ્‍યું કે સત્‍ય, દયા, દાન અને તપ ધર્મના ચાર પાયા છે. જેટલું ભજન કરશો એટલી ભવ્‍યતા જીવનમાં વધશે. મળત્‍યુ પહેલા જાગી જવું જરૂરી છે. ગળામાં સર્પ ધારણ કરવા પાછળનું રહસ્‍ય સમજાવતા કહ્યું કે નાગલોક પર રાક્ષસોના આક્રમણ બાદ બચેલા સર્પોને શિવજીએ પોતાના અંગ પર સ્‍થાન આપી રક્ષણ આપ્‍યું. આ કરુણા અને આશ્રયનું પ્રતિક છે.

સ્‍વાધ્‍યાય પરિવારના પૂ. પાંડુરંગ શાષાીજીને યાદ કરતા પૂ. ગિરિબાપુએ કહ્યું કે ભારતમાં જન્‍મ લેવો એ જ સૌથી મોટી અમીરી છે. વિદેશના લોકો ભારતમાં આવવા ઈચ્‍છે છે, પરંતુ આપણે પોતાના દેશની કદર કરતા નથી. દેશને સ્‍વચ્‍છ રાખવો, કચરો ન ફેંકવો અને પોતાના સમાજ પ્રત્‍યે જવાબદાર રહેવું જરૂરી છે. સતી-દક્ષ યજ્ઞ પ્રસંગે સંદેશ આપ્‍યો કે કયારેય સાસરેથી આવેલી દિકરીનું અપમાન ન કરવું. દિકરી જીવનનું શણગાર છે અને બાપનું હૃદય છે.

ગૌધામ શિવકથાના વિરામ ઙ્કસંગે બાલાજી ગ્રૂપ દ્વારા ૧૬ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું હતું.

(3:47 PM IST)