<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

લીલી જુવારની આડમાં બોલેરો પીકઅપમાં છુપાવેલો દોઢ લાખનો દેશી દારૂનો જથ્‍થો કબ્‍જે

એરપોર્ટ પીઆઇ કે.પી. તરેટીયા, પીએસઆઇ એસ.એસ. જાડેજા સહિતની ટીમનો કુવાડવા હાઇવે પર દરોડો

રાજકોટ તા.૧૦: રાજકોટ- અમદાવાદ હાઇવે પર શંકાસ્‍પદ બોલેરો પીકઅપને પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે હંકારતા તેનો પીછો શરૂ કરાયો હતો. થોડે દુર ચાલક વાહન રેઢુ મુકી ભાગી જતા પોલીસે વાહનમાં તપાસ કરતા તેમાંથી રૂા.૧.૫૦ લાખનો દેશી દારૂ મળી આવતા કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. લીલીજારની આડમાં દેશી દારૂનો જથ્‍થો છુપાવાયો હતો.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્‍ય માંડલીક, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, એસીપી વી.બી. જાડેજાની સુચનાથી એરપોર્ટ પોલીસ મથકના પીઆઇ કે.પી. તરેટીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે રાજકોટ- અમદાવાદ હાઇવે પર એરપોર્ટ ત્રણ રસ્‍તા નજીક શંકાસ્‍પદ બોલેરો પીકઅપ નિકળતા તેને રોકવા પ્રયાસ કર્યો હતો.

પરંતુ ચાલકે તેને પુરઝડપે ત્‍યાંથી ભગાવતા પોલીસ દ્વારા પીછો શરૂ કરાયો હતો. થોડે દુર માધવ હોટલ સામે હાઇવે પર ચાલક પીકઅપ વાહન ઉભુ રાખી ત્‍યાંથી ભાગી ગયો હતો. પોલીસે તલાસી લેતા તેમાં લીલીજાર (ઘાસચારા)ની નીચે છૂપાવેલા રૂા. ૧.પ૦ લાખની કિંમતનો ૭પ૦ લીટર દેશી દારૂ મળી આવતા દારૂ અને વાહન મળી કુલ રૂા. પ લાખનો મુદામાલ કબ્‍જે કરી ચાલકની શોધખોળ શરૂ કરી છે.

પોલીસ ઇ. કે. પી. તરેંટીયા, પો. સબ. ઇ. એસ. એસ. જાડેજા, એ.એસ.આઇ. બુટાભાઇ ભરવાડ, એ.એસ.આઇ. ગણપતભાઇ રાઠવા, તથા પો. હેડ કો. જીજ્ઞેશભાઇ અઘેરા, પો. હેઙ કો. ભાવેશભાઇ મકવાણા, પો. કો. સુરેશભાઇ ગમારા, જીઆરડી પરેશભાઇ ઝાપડીયા દ્વારા કરાઇ હતી.

(3:23 PM IST)