તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
ધર્મ અને સેવાનો સંગમઃ જયા કિશોરીજીની કથા શ્રવણનો લાભ લેતા રામભાઈ મોકરીયા

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે શ્રી સનાતન યુવા કથા સમિતિ દ્વારા ૨૮ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ત્રિદિવસીય યુવા કથા મહોત્સવ અંતર્ગત વિશ્વવિખ્યાત કથાકાર પૂ. જયા કિશોરીજીના વ્યાસાસને ભવ્ય કથા યોજાઈ છે. આ કથામાં દરરોજ હજારો ધર્મપ્રેમી જનતા અને ખાસ કરીને યુવાનો ઉમટી રહ્યા છે. કથા દરમિયાન રાજ્યસભાના પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ ઉપસ્થિત રહીને વ્યાસપીઠના આશીર્વાદ લીધા હતા અને જયા કિશોરીજીની કથા શ્રવણનો લાભ લીધો હતો. આ પ્રસંગે રામભાઈ મોકરીયાએ જણાવ્યું હતું કે, જયા કિશોરીજીની કથા આજના યુવાનોને સનાતન ધર્મ, સંસ્કાર અને આધ્યાત્મિકતા તરફ જોડવાનું ઉત્તમ માધ્યમ છે. તેમની વાણીમાં યુવાધનને સ્પર્શે તેવી શક્તિ છે. આ કથા મહોત્સવને સફળ બનાવવા માટે રાજકોટના ૧૧૯ જેટલા નામાંકિત શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ અને સામાજિક અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. રાજકોટ ખાતે જયા કિશોરીજીની કથામા ઉપસ્થિત પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયા, રાજયમંત્રી કાંતિભાઇ અમૃતિયા, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઇ ટીલાળા, મેયર નેહલભાઇ શુકલ સહિતના નજરે પડે છે.
(2:22 PM IST)










