<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

અબતક સુરભી રાસોત્‍સવમાં ભક્‍તિ અને ગરબાનો સંગમઃ ઇન્‍ડિયન આઇડલ ફેમ અલંકાર માહતોલિયાની સંગીતમય પ્રસ્‍તુતિ

 

રાજકોટઃ અબતક સુરભી રાસોત્‍સવના છઠ્ઠા નોરતે ઇન્‍ડિયન આઇડલ ફેમ ગાયક કલાકાર અલંકાર માહતોલિયાએ પોતાની સુરીલી અવાજ અને શાનદાર સંગીતમય પ્રસ્‍તુતિથી રાસોત્‍સવમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તેમના લોકપ્રિય ગીતો અને સંગીતના તાલે ખેલૈયાઓ ગરબે ઘૂમવા મજબૂર બન્‍યા હતા.  માધવરાવ સિધિયા ક્રિકેટ સ્‍ટેડિયમ ખાતે અબતક સુરભી રાસોત્‍સવમાં નવરાત્રીના છઠ્ઠા નોરતે ગરબા અને રાસની રમઝટ સાથે ભક્‍તિ અને ઉત્‍સાહનો અનોખો માહોલ જોવા મળ્‍યો હતો.  આ પ્રસંગે ગુજરાત સરકારનાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા, પૂર્વ સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટના મેયર નેહલભાઈ શુક્‍લ, ઋષભ રૂપાણી, એડવોકેટ કમલેશભાઈ શાહ, એડવોકેટ પ્રફુલ વાસાણી તથા બોલબાલા ચેરિટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્‍યાય ઉપસ્‍થિત રહ્યા હતા. જીલ એન્‍ટરટેઇનમેન્‍ટ દ્વારા સંપૂર્ણ સંચાલન અને ગાયકો માર્ગી પટેલ, મિલન મહેર,જીતુદાન ગઢવી,શ્‍યામલ જાદવએ અબતક સુરભી રાસોત્‍સવમાં ખેલૈયાઓને પોતાની ગાયકીથી રાસની રમઝટ બોલાવી હતી

(3:35 PM IST)