News of Tuesday, 14th April 2026
કેવડાવાડીમાં ૩.૧૪ લાખની દારૂ ભરેલી કાર સાથે હુડકોનો વિશાલ પકડાયો
ચૂંટણી અન્વયે દારૂની હેરાફેરી સામે પોલીસની ધૌસઃ ભકિતનગર પી.આઇ. જે.ડી. પરમાર, પી.એસ.આઇ. જે.જે. ગોહિલ અને ટીમનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ (નીચે બેઠેલ) શખ્સ સાથે ભકિતનગર પોલીસ સ્ટાફ તથા કાર નજરે પડે છે.
રાજકોટ, તા. ૧૪: શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અન્વયે દારૂની હેરફેરની પ્રવળત્તિ નાબૂદ કરવા પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા આપવામાં આવેલી સૂચનાના પગલે ભક્તિનગર પોલીસ સ્ટેશનની ટીમે સફળતા મેળવી છે. પોલીસે કેવડાવવાડી શેરી નંબર-૦૩/૧૪ ના ખૂણા પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.
ભક્તિનગર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન પો.હેડ કોન્સ. મયુરદાન બાટી તથા પો.કોન્સ. યોગીરાજસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, વિશાલ ખખ્ખર નામનો શખ્સ સફેદ કલરની ઇકો કારમાં દારૂનો જથ્થો ભરીને કેવડાવવાડી વિસ્તારમાં ભો છે. આ ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી વિશાલ અતુલભાઇ ખખ્ખર (રહે. સૂર્યોદય સોસાયટી, હુડકો પોલીસ ચોકી પાછળ)ને પકડી લીધો હતો.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી રાજસ્થાન પાસિંગનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. કબજે કરેલા મુદ્દામાલમાં નીચેની વિગતોનો સમાવેશ થાય છેઃ પોલીસે કારમાંથી વિદેશી દારૂ ગ્રીન સ્પેશિયલ વ્હિસ્કી અને વ્હાઈટ લેસ વોડકાના કુલ ૯૮૯ નંગ ચપલા કિમત રૂ. ૩,૧૪,૮૦૦ના કબ્જે કરી સફેદ કલરની કાર નં. જીજે-૩૬-એલ-૫૫૬૫, એક મોબાઈલ ફોન સહિત કુલ રૂ. ૧૦,૨૧,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ કામગીરી પોલીસ કમીશનર બ્રજેશકુમાર ઝા તથા ઇન્ચાર્જ અધિક પોલીસ કમી‘ર ડો. હરપાલસિંહ જાડેજા તથા ડીસીપી હેતલ પટેલ તથા એસીપી બી.વી.જાધવ નાઓ દ્વારા આવનાર સ્થાનીક સ્વરાજની સૂચના મુજબ ભક્તિનગર પોલીસ ઇન્સપેક્ટર જે.ડી. પરમાર તથા પો.સબ ઇન્સ જે.જે.ગઢવીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના મયુરદાન બાટી, હરવિજયસિંહ ગોહિલ, કુલદીપસિંહ ચુડાસમા, રવિરત્નુ કેતનભાઈ બોરીચા, તોહભાઈ ભાદરકા, યોગીરાજસિંહ જાડેજા અને અન્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
(2:20 PM IST)










