તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Tuesday, 29th September 2026
શાપર-વેરાવળમાં ૬ વર્ષની બાળા ઉપર કોૈંટુબીક ભાઇએ સૃષ્ટી વિરૂધ્ધ કૃત્ય ગુજાર્યું: આરોપી પોલીસના સંકજામાં
બાળા ઘરે એકલી હતી ત્યારે હવસખોરે મ્હો કાળુ કર્યું: બાળાને રાજકોટ જનાના હોસ્પિટલમાં ખસેડાઇઃ

રાજકોટ તા.૨૯: શાપર-વેરાવળ પંથકમાં કારખાનાની ઓરડીમાં ૬ વર્ષની બાળા ઉપર કોૈંટુબીક ભાઇએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસે હવસખોર કોૈંટુબીક ભાઇને દબોચી લઇ પૂછતાછ હાથધરી છે.
મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પંથકના કારખાનાની ઓરડીમાં રહેતા મજુર પરિવારની ૬ વર્ષની બાળા એકલી હતી ત્યારે બાજુમાં જ કોૈંટુબીક ભાઇ આવતા બાળાની એકલતાનો લાભ લઇ તેના પર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યું હતું. બનાવ સમયે બાળાના માતા-પિતા કામે ગયા હતા અને બાળા એકલી હોય કોૈંટુબીક ભાઇએ નજર બગાડી મ્હો કાળુ કર્યું હતું.
આ દરમિયાન કામેથી આવેલ માતા-પિતાને બાળાએ સમગ્ર હકીકત જણાવતા તેઓ ચોંકી ઉઠયા હતા અને તુરંત જ પોલીસ મથકે દોડી ગયા હતા. બાળાને ઇજા થયેલ હોય સારવાર અર્થે રાજકોટ જનાના હોસ્પિટલે ખસેડાયેલ છે.
દુષ્કર્મનો ભોગ બનેલ બાળાના પરિવારની ફરીયાદ પરથી શાપર-વેરાવળ પોલીસે આરોપી કોૈંટુબીક ભાઇ સામે ગુનો દાખલ કરી તેને દબોચી લઇ પૂછતાછ હાથધરી છે. વધુ તપાસ પીઆઇ આર.બી. રાણા ચલાવી રહયા છે.
શાપર-વેરાવળ પંથકમાં ૨૫ વર્ષના કોૈંટુબીક ભાઇએ ૬ વર્ષની બાળા ઉપર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ગુજાર્યાની ઘટનાએ ભારે ચકચાર મચાવી છે અને શર્મસાર કરતી આ ઘટનામાં આરોપી સામે ફિટકાર વર્ષી રહયો છે.
(2:16 PM IST)










