તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th July 2026
છોકરા સાથે વાત કરવા મામલે ઠપકો મળતાં ધો-૧૦ની છાત્રાએ અગાસીએથી પડતું મુક્યું
ચોટીલા પંથકનો બનાવઃ મોટી બહેન જોઇ જતાં મોબાઇલ લઇ લીધો અને છોકરા વિરૂધ્ધ કેસક કરવાનું કહેતાં પગલું: પગ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાઇ

રાજકોટ તા. ૨૭: ચોટીલા પંથકના ગામમાં રહેતી અને ધોરણ-૧૦માં અભ્યાસ કરતી ૧૪ વર્ષની એક છાત્રાએ ઘરની અગાસી પરથી કુદકો મારતાં પગ ભાંગી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ આપઘાતનો પ્રયાસ કરનારી આ બાળા ચાર ભાંડરડામાં સોૈથી નાની છે અને ધોરણ-૧૦માં ભણે છે. તેણી મોબાઇલ ફોનમાં કોઇ છોકરા સાથે વાત કરતી હોઇ તેની મોટી બહેનને જાણ થઇ જતાં મોબાઇલ લઇ લીધો હતો અને તેણીને ઠપકો આપ્યો હતો. તેમજ જે છોકરો વાત કરે છે તેની સામે પોતે પોલીસ ફરિયાદ કરશે તેવું મોટી બહેને કહેતાં છાત્રાએ અગાસી પર જઇ કુદકો મારી દીધો હતો. તેણીને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ત્યાંની પોલીસને જાણ કરી હતી. તબિબે નિદાન કરતાં તેણીના પગમાં ફ્રેકચર થયાનું ખુલ્યું હતું.
(2:53 PM IST)










