<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 2nd May 2026

૧૦ વર્ષની બાળકીને ૧૦ રૂપિયાની નોટ દઇ હવસખોર દેવાએ નિર્વષા કરી બટકા ભર્યા, બિભત્‍સ હરકતો કરી

રાજકોટના સરધાર પંથકની ચોંકાવનારી ઘટનાઃ વિકૃત શખ્‍સ સકંજામાં : બાળા રડવા માંડતા મોઢે ડૂમો દઇ ફરી વિકૃત હરકતો કરીઃ વધુ રડવા માંડતાં ‘આ લે દસ રૂપિયા ભાગ લઇ લેજે, કોઇને કહેતી નહિ' તેમ કહી કાઢી મુકીઃ આજીડેમ પીઆઇ એચ. અને. પટેલ અને ટીમે ત્‍વરીત કાર્યવાહી કરી પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો

રાજકોટ તા. ૨: તાલુકાના સરધાર વિસ્‍તારમાં એક શરમજનક ઘટના સામે આવી છે. જેમાં ૧૦ વર્ષની સગીર બાળકીને ૧૦ રૂપિયાની નોટની લાલચ આપી પોતાની ઓરડીમાં લઈ જઇ એક હવસખોરે શારીરિક અડપલા કરી લીધા હતાં. અત્‍યંત બિભત્‍સ હરકતોને કારણે બાળા ગભરાઇ ગઇ હતી અને રડતી રડતી માતા પાસે પહોંચતાં  અને વાત કરતાં પોલીસને જાણ કરાઇ હતી. આજીડેમ પોલીસે પોક્‍સો હેઠળ ગુનો નોંધી હવસખોરેને સકંજામાં લીધો છે. આ બાળા જેને મામા કહીને બોલાવે છે તેણે જ આવી હરકતો કરી હતી.

જાણવા મળ્‍યા મુજબ સરધાર વિસ્‍તારમાં રહેતા એક શ્રમિક પરિવારની ૧૦ વર્ષની દિકરી ગત સવારે જ્‍યારે ે રમવા ગઈ હતી, ત્‍યારે દેવા નામના શખ્‍સે તેને ૧૦ રૂપિયાની નોટ બતાવી લલચાવી હતી. બાળકી પૈસા લેવા પાસે ગઈ ત્‍યારે આ શખ્‍સ તેને પરાણે પોતાની પતરાવાળી ઓરડીમાં લઈ ગયો હતો અને અચાનક બથ ભરી લઇ કપડા ઉતરવા માંડી છાતીના ભાગે અડપલા કરી તેમજ હોઠ પર, ગાલ પર પપ્‍પી લેવા માંડતાં  બાળા ગભરાઇ ગઇ હતી અને રડાવા માંડતાં દેવાએ તેના મોઢા પર હાથ દબાવી રાડો ન પાડતી તેમ કહી ફરીથી અડપલા કરી લીધા હતાં અને શરીરે બચકા ભરવા માંડયો હતો.

બાળા આવી હરકતોથી ડઘાઇને વધુ રડવા માંડતાં દેવાએ તેને દસ રૂપિયાની નોટ આપી આ લઇને જા ભાગ લઇ લેજે, કોઇને કંઇ કહેતી નહિ તેમ કહી તેને બહા કાઢી મુકી હતી. બાદમાં રાત્રે જ્‍યારે બાળકી તેની માતા પાસે હતી. ત્‍યારે તેણે ડરતા ડરતા પોતાની સાથે થયેલી છેડતીની વાત કરી હતી. દિકરીની વાત સાંભળી પરિવાર સ્‍તબ્‍ધ થઈ ગયો હતો. પિતાને આ બાબતે જાણ થતા તુરંત જ રાત્રિના સમયે આજીડેમ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરવામાં આવ્‍યો હતો. માતાની ફરિયાદના આધારે પોલીસે દેવા વિરૂધ્‍ધ પોક્‍સો હેઠળ ગુનો નોંધ્‍યો છે. પીઆઇ એચ. એન. પટેલ અને સ્‍ટાફે આરોપીને સકંજામાં લઇ વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.

(1:25 PM IST)