<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd October 2026

૪ વર્ષની ઋષિકાની શ્વાસનળીમાં ૨૨ દિવસથી ફસાયેલો બ્રેસલેટનો ૧ સેમી મોટો ‘નઝરિયા'નો પારો (મોતી) સફળતાપૂર્વક બહાર કઢાયો : જુઓ વિડીયો

જટિલ બ્રોન્‍કોસ્‍કોપી સર્જરી દ્વારા બાળકીનો જીવ બચાવતા જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર

રાજકોટઃ તાજેતરમાં રાજકોટ વિદ્યા નગર મેઇન રોડ સ્‍થિત ડો. ઠક્કર ઇએનટી એન્‍ડ ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ ખાતે માત્ર ૪ વર્ષની બાળકીના શ્વાસ માર્ગ માં ફસાયેલા નઝરિયા'નો  પારો (મોતી) નો અત્‍યંત જટિલ અને પડકારજનક કેસ સામે આવ્‍યો હતો. દીવની ૪ વર્ષની બાળકી ઋષિકા  ની શ્વાસનળીમાં  જમણા મુખ્‍ય બ્રોન્‍કસ (Right Main Bronchus)માં બ્રેસલેટમાં લગાવેલો આશરે ૧ સેન્‍ટિમીટર નો ગોળ ‘નઝરિયા'નો પારો/(મોતી) લગભગ ૨૨ દિવસથી ચુસ્‍તપણે ફસાયેલો હતો.

બાળકીના પિતાના જણાવ્‍યા મુજબ આ સમય દરમિયાન બાળકી સતત સૂકી ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફથી પરેશાન હતી. પરિવારજનોના જણાવ્‍યા મુજબ, આશરે ૨૨ દિવસ પહેલાં બ્રેસલેટમાં લગાવેલો આ નઝરિયાનો મોતી અકસ્‍માતે બાળકીના શ્વાસમાર્ગમાં જતો રહ્યો હતો. ત્‍યારબાદથી તેને સતત ઉધરસ અને શ્વાસ ની તકલીફ રહેતી હતી. સ્‍થાનિક સારવારથી પણ પૂરતી રાહત મળી ન હતી.

સ્‍થાનિક સ્‍તરે કરવામાં આવેલ Chest X-ray સામાન્‍ય હોવાનું જણાવાયું હતું, પરંતુ લક્ષણો ચાલુ રહેતાં વધુ તપાસ માટે Chest CT Scan કરવામાં આવ્‍યો હતો. CT Scan માં જમણા બ્રોન્‍ક્‍સ માં કોઈ  વસ્‍તુ ફસાયેલ હોવાનું સ્‍પષ્ટ થયું હતું.

બાળકીને રાજકોટના જાણીતા ઇએનટી સર્જન ડો. હિમાંશુ ઠક્કર પાસે લાવવામાં આવી હતી. ડો. ઠક્કરે જનરલ એનેસ્‍થેસિયા હેઠળ Rigid Bronchoscopy દ્વારા બ્રોન્‍ક્‍સ માં ફસાયેલા મોતીને બહાર કાઢવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ગોળ, કઠણ અને લપસણા મોતીને પકડવો મોટો પડકાર હતો.

ડો. ઠક્કરના જણાવ્‍યા મુજબ આ કેસ ટેકનિકલી ખૂબ જ પડકારજનક હતો. આશરે ૧ સેમીનો નઝરિયાનો મોતી ગોળ, અત્‍યંત કઠણ અને લપસણો હતો તથા તે જમણા મુખ્‍ય બ્રોન્‍કસમાં ખૂબ જ ચુસ્‍તપણે ફસાયેલો હતો.

મોતી અને બ્રોન્‍કસની દિવાલ વચ્‍ચે ફોર્સેપ્‍સ મૂકવા માટે ખૂબ જ ઓછી જગ્‍યા ઉપલબ્‍ધ હતી. મોતીનો ગોળ અને લપસણો આકાર હોવાથી તેને યોગ્‍ય રીતે પકડી રાખવો મુશ્‍કેલ હતો. તેની કઠણતાને કારણે તેને ટુકડાઓમાં તોડીને બહાર કાઢવાનો વિકલ્‍પ પણ ન હતો.

આ તમામ પડકારો વચ્‍ચે ડો. હિમાંશુ ઠક્કરે પોતાના અનુભવ અને નિષ્‍ણાત એરવે એન્‍ડોસ્‍કોપીક કુશળતાથી બ્રોન્‍કોસ્‍કોપી ફોર્સેપ્‍સ વડે મોતીને સફળતાપૂર્વક પકડી લીધો અને એક જ પ્રયાસમાં સંપૂર્ણપણે બહાર કાઢી લીધો.

સમગ્ર પ્રક્રિયા એન્‍ડોસ્‍કોપીક રીતે, બહારથી કોઈ ચીરો કે ટાંકા વિના, ગણતરીની મિનિટોમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી અને કોઈ પણ જાતના કોમ્‍પ્‍લિકેશન વગર  બાળકની સારવાર કરવામાં આવી હતી. અને સફળ એન્‍ડોસ્‍કોપીક સારવારથી મોટી સર્જરી ની જરૂરિયાત ટળી.

ડો. ઠક્કરના જણાવ્‍યા મુજબ, શ્વાસનળી અથવા બ્રોન્‍કસમાં ફસાયેલા કેટલીક  વસ્‍તુઓ  બ્રોન્‍કોસ્‍કોપી દ્વારા બહાર કાઢવી અત્‍યંત મુશ્‍કેલ બની શકે છે. જો બ્રોન્‍કોસ્‍કોપી દ્વારા વસ્‍તુ બહાર ન કાઢી શકાય અથવા કોઈ ગંભીર જટિલતા ઊભી થાય, તો પરિસ્‍થિતિ અનુસાર વધુ વ્‍યાપક સર્જિકલ સારવારની જરૂર પડી શકે છે.કેટલીક ગંભીર પરિસ્‍થિતિઓમાં છાતી ખોલીને કરવામાં આવતી થોરાકોટોમી (Thoracotomy) જેવી મોટી સર્જરીની જરૂર પડી શકે છે. મુશ્‍કેલ અથવા ગંભીર એરવે પરિસ્‍થિતિમાં ટ્રેકિયોસ્‍ટોમી (Tracheostomy) જેવી પ્રક્રિયા પણ જરૂરી બની શકે છે. આવી વ્‍યાપક સારવાર નાના બાળક માટે ખૂબજ જોખમી  પુરવાર  થાય છે. દર્દીને ના પિતાએ સફળ સારવાર બદલ ડો. હિમાંશુ ઠક્કર નો હૃદય પૂર્વક આભાર માન્‍યો હતો.

ડૉ. ઠક્કરની માતા-પિતાને મહત્‍વપૂર્ણ અપીલ ‘‘નાના બાળકોની પહોંચમાં નઝરિયા મોતી, માર્બલ/લખોટી, બ્રેસલેટ કે આભૂષણ ના નાના ભાગ, રમકડાં નાના પાર્ટ્‍સ અથવા અન્‍ય ગોળ ડેકોરેટિવ વસ્‍તુઓ રાખવી નહીં. આવી વસ્‍તુ શ્વાસનળીમાં જતી રહે તો તે ચુસ્‍તપણે ફસાઈ શકે છે અને ગંભીર પરિસ્‍થિતિ ઊભી કરી શકે છે.''

તેમણે વધુમાં જણાવ્‍યું: કે જો કોઈ બાળકને આવી વસ્‍તુ શ્વાસના માર્ગે જવાની ઘટના બાદ સતત ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, સીટી જેવો અવાજ અથવા અન્‍ય શ્વસન સંબંધિત લક્ષણો રહે, તો તેને સામાન્‍ય ઉધરસ માનીને અવગણવી નહીં. પ્રારંભિક X-ray સામાન્‍ય આવે તો પણ એરવેમાં Foreign Body હોવાની શકયતા સંપૂર્ણપણે નકારી શકાતી નથી.

ઋષિકાનો આ દુર્લભ અને તકનીકી રીતે પડકારજનક કિસ્‍સો દર્શાવે છે કે નાના બાળકોમાં સમયસર નિદાન, યોગ્‍ય ઇમેજિંગ, અનુભવી એરવે એન્‍ડોસ્‍કોપી અને નિષ્‍ણાત સારવાર કેટલા મહત્‍વપૂર્ણ બની શકે છે.

ડો. ઠક્કર ઇએનટી એન્‍ડ ડેન્‍ટલ સર્જિકલ હોસ્‍પિટલ, ૨૦૨ - લાઇફલાઇન બિલ્‍ડિંગ, વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ. મો. ૯૧૦૬૧ ૧૯૦૩૮.

 

(10:05 AM IST)