તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th September 2026
જનકલ્યાણ ટ્રસ્ટના પ્રયાસોથી ૯૦૦ ચક્ષુદાન : ૧૮૦૦ લોકોને નવી દ્રષ્ટિ

રાજકોટ તા. ૨૯ : જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા દસ વર્ષથી ચક્ષુદાન, સ્કિન ડોનેશન, દેહદાન જેવી સમાજ સેવાનું કામ કરી રહેલ છે. તેમાં અત્યાર સુધીમાં જાગૃત સમાજે ૯૦૦ ચક્ષુદાન કરી ૧૮૦૦ લોકોને નવી દ્રષ્ટિ પ્રદાન કરી છે.
સંસ્થા દ્વારા જનજાગળતિ માટે વિવિધ પ્રયોગો અજમાવવામાં આવે છે. જેમ કે ૨૦૧૭ થી રાજકોટમાં યોજાતા લોકમેળામાં સ્ટોલ રાખી પ્રચાર પ્રસાર કરી સંકલ્પ પત્રો ભરાવવામાં આવે છે.
તેમજ જુદા જુદા ફાયર સ્ટેશનોએ, જાહેર રસ્તાઓ, મંદિરો જેવી જગ્યાએ બોર્ડ તથા બેનરો લઈ કાર્યકરો ઉભા રહે છે અને માહિતી સભર પેમ્પલેટનું વિતરણ કરે છે.
તેમજ કોઈપણ પ્રકારના સામાજિક શૈક્ષણિક કે ધાર્મિક કાર્યક્રમોમાં પણ લોકજાગળતિનું કામ કરતા રહે છે. સ્મશાનમાં પણ સતત છ દિવસ જનજાગૃતિ કાર્યક્રમ યોજેલ અને સ્મશાનમાં જ સાત ચક્ષુદાન મેળવ્યાનો પણ પ્રેરક દાખલો છે.
આ રીતે થતી જનજાગૃતિના પ્રયાસોથી થમ સો ચક્ષુદાન થતા ચાર વર્ષ લાગેલ, બીજા સો ચક્ષુદાન માત્ર ૧૪ મહિનામાં, ત્રીજા સો ચક્ષુદાન ૧૦ માસમાં, ચોથા સો ચક્ષુદાન ૮ મહિનામાં, પાંચમાં સો ચક્ષુદાન માત્ર ૫ મહિનામાં થયેલ. બુક બેંક-શિક્ષણ-આરોગ્ય-રકતદાન કેમ્પ-અંગદાન, ચક્ષુદાન, સ્કીન ડોનેશન, દેહદાન જાગળતિ અભિયાન-પદયાત્રી કેમ્પ-છાશ વિતરણ- પાણીનું પરબ-સ્લીપર વિતરણ-ધાબળા વિતરણ-મિઠાઈ, ફરસાણ વિતરણ-કુદરતી જેવી પ્રવૃત્તિ પણ આ સંસ્થા કરે છે. છેલ્લા ત્રણ વર્ષથી બુક - બેંક પણ શરૂ કરેલ છે.
આજના સમયની જરૂરિયાત જોઈને ટ્રસ્ટ દ્વારા એ.આઇ.ના કોચિંગ ક્લાસ પણ શરૂ કરી દેવાયા છે. જેમાં વિદ્યાર્થીઓથી લઈને આ ક્ષેત્રે રસ ધરાવતી કોઈપણ વ્યક્તિ લાભ લઈ શકે છે.
આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ચક્ષુદાતા, દેહદાતા વગેરેના પરિવારજનોનું સન્માન કરવાનો કાર્યક્રમ પણ સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં પાંચ સન્માન કાર્યક્રમ થઈ ચૂકેલ છે તેમજ આગામી છઠ્ઠો સન્માન કાર્યક્રમ માર્ચ-૨૭ માં ૭૫૧ ચક્ષુદાન પછીના પરિવારનો થશે.
સંસ્થાનું કાર્યાલય જનકલ્યાણ સાર્વજનિક ચેરીટેબલ ટ્રસ્ટ, ૧૦, કાંતિ ઙ્કકાશ, મનીષ લેધર ઉપર, પૂનમ ફર્નિચર પાસે, ઢેબર રોડ, ઉપર આવેલ છે. કોઈપણ સેવાકીય કામ માટે દરરોજ દરરોજ સાંજે ૫ થી ૮ સંપર્ક કરી શકાય છે.
જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા અત્યાર સુધીમાં ૯૦૦ ચક્ષુદાન, ૫૩ સ્કીન ડોનેશન, ૭૩ દેહદાન કરાવેલ તેમજ ૬૧ રક્તદાન કેમ્પ થયેલ હોવાનું સંસ્થાના ચેરમેન ઉમેશ મહેતા (૯૪૨૮૫ ૦૬૦૧૧)એ જણાવેલ.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા જનકલ્યાણ ટ્રસ્ટના સર્વશ્રી ઉમેશ મહેતા, કિશોરભાઇ દવે, ડેનીશભાઇ આડેસરા, પ્રદીપભાઇ પંડયા, રાજુભાઇ ઠાકર, ધર્મિષઠાબેન વાઘેલા, પ્રદીપભાઇ રાવલ, સંજયભાઇ શેઠ, અતુલભાઇ શાહ, કે. કે. પંડયા, પ્રવિણભાઇ કાશીયાણી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:20 PM IST)










