<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th May 2026

ધો.૧૦ના પરિણામમાં બોર્ડ ફર્સ્‍ટ ધોળકિયાના ૯ વિદ્યાર્થીઓ

A-1 ગ્રેડમાં ૪૧૩ તો ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ મેળવનાર ૩૦૦ તારલા.. પપ ટકા વિદ્યાર્થીઓએ બોર્ડ પરિક્ષામાં ૮૦ ટકાથી વધુ માર્કસ મેળવ્‍યાઃ બોર્ડ ટોપ ટેનમાં સ્‍કૂલની ફીફટી

રાજકોટઃ તા.૬, ધોળકીયા સ્‍કૂલની યાદી ઉમેરે છે કે, ધોળકિયા સ્‍કૂલ્‍સ પરિણામોને નવો રેકોર્ડ બનાવ્‍યો છે અને ધો.૧૦ માં   ફરી પોતાના જ રેકોર્ડને તોડીને નવી ઊંચાઈ પ્રાપ્ત કરી છે. યાદી મુજબ ૭૦૦ માંથી ૬૯૫ માર્કસ સાથે ધોળકિયા સ્‍કૂલના ડંકા વાગ્‍યા-સૌથી વધુ માર્કસનો શાળાનો રેકોર્ડ બ્રેક થયો છે. આજે જાહેર થયેલા S.S.C. બોર્ડ-૨૦૨૬ ના પરિણામમાં પણ ધોળકિયા સ્‍કૂલ્‍સ સાયન્‍સ કોમર્સના પરિણામોની જેમ જ છવાઈ ગઈ હતી. ૯૯.૯૯ PR સાથે આજના S.S.C. ના પરિણામમાં ૯-૯ વિદ્યાર્થીઓ ઝળકી ઉઠયા હતા.સમગ્ર ગુજરાત બોર્ડ પ્રથમ ૯-૯ વિદ્યાર્થીઓ. સમગ્ર ગુજરાત બોર્ડ ટોપટેનમાં ૫૪ વિદ્યાર્થીઓ. A1 ગ્રેડ ધરાવતા અ...ધ...ધ... ૪૧૩ વિદ્યાર્થીઓ ૧૦૦ માંથી ૧૦૦ માર્કસ સાથે સબ્‍જેક્‍ટ હાઈએસ્‍ટ ૩૦૦ વિદ્યાર્થીઓ..૯૦.૦૦ PR થી વધારે ૬૩પ વિદ્યાર્થીઓ...ધોરણ - ૧૦ માં શાળાનાં અડધાથી પણ વધુ (૫૫%) વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષામાં ૮૦% થી પણ વધુ ગુણ મેળવ્‍યા જે શાળાના શિક્ષણની શ્રેષ્ઠતા દર્શાવે છે.

કોઈ એક જ સ્‍કૂલમાંથી આટલી મોટી સંખ્‍યામાં હોનહાર તેજસ્‍વી તારલાઓ સમગ્ર ગુજરાતમાં ચમકી ઉઠ્‍યા હોય તેનું એકમાત્ર કારણ ૫૫ વર્ષના કેળવણીના ક્ષેત્રનો વારસો, સમર્પિત કેળવણીકારોનું સંચાલન, વિષયનિષ્‍ણાંત અને અનુભવી શિક્ષણગણ, બાલમંદિર થી ૧૨ ધોરણ સુધી લેવાતી વિશેષ કાળજી અને સૌથી વિશેષ રાજકોટ શહેરના વાલી ગણનો ધોળકિયા સ્‍કૂલ્‍સ પર મૂકેલો વિશ્વાસ છે. તેમ યાદીમાં ઉમેરાયું છે.

આજરોજ S.S.C. બોર્ડનું પરિણામ જાહેર થતા જ ધોળકિયા સ્‍કૂલનું પટાંગણ વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓના ઉત્‍સાહ સાથે ઝુમી ઉઠ્‍યું હતું. આવું ધમાકેદાર પરિણામ જાહેર થતા જ વિદ્યાર્થીઓ DJ ના સથવારે ધોળકિયા સ્‍કૂલ્‍સના આંગણે ઝુમી ઉઠયા હતાં. વિદ્યાર્થીઓએ એકબીજાને મીઠાઈઓ ખવડાવવી આ ખુશીના વાતાવરણને વધુ ખુશનુમા બનાવ્‍યું હતું.

પોતાના સંતાનોની મહેનતના પરિણામને બિરદાવતા ધોળકિયા સ્‍કૂલ્‍સના વાલીઓએ મેનેજીંગ ટ્રસ્‍ટી  કૃષ્‍ણકાંત  ધોળકિયા અને જીતુભાઈ ધોળકિયાનો હાર્દિક આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(3:42 PM IST)