<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th June 2026

જિલ્લા પંચાયતનાં કાર્યક્ષેત્રમાં બે દિવસમાં ૮૬૧૭ ભૂલકાઓને બાલવાટિકામાં પ્રવેશ

 

રાજકોટ, તા. રપઃ રાજય સરકારના આયોજન મુજબ રાજયભરમાં શાળા પ્રવેશોત્‍સવ યોજાઇ રહયો છે. આજે શાળા પ્રવેશોત્‍સવનો ત્રીજો અને અંતિમ દિવસ છે. જિલ્લા પંચાયત હસ્‍તકની ગ્રામ્‍ય વિસ્‍તારની શાળાઓમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદુ સુરેશ ગોવિંદના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી દિક્ષિત પટેલની ટીમે શાળા પ્રવેશોત્‍સવની વ્‍યવસ્‍થા ગોઠવી છે. વિવિધ ગામોમાં બાળકોના નામાંકન વખતે ઉચ્‍ચ અધિકારીઓ અને પદાધિકારીઓ હાજરી આપી રહયા છે.

પ્રથમ બે દિવસના આંકડા મુજબ જિલ્લા પંચાયતના કાર્યક્ષેત્રમાં બાલવાટિકામાં પ્રથમ દિવસે ૪૮પ૪ અને બીજા દિવસે ૩૭૬૩ બાળકો મળી બે દિવસમાં કુલ ૮૬૧૭ બાળકોનું નામાંકન થયેલ. ધો. ૧ માં પ્રથમ દિવસે ૧૯૬ અને બીજા દિવસે૧૭૨ મળી કલ ૩૬૮ બાળકોને પ્રવેશ આપવામાં આવ્‍યો હતો. ત્રીજા દિવસના આંકડા આજે બપોર પછી સ્‍પષ્‍ટ થશે અધવચ્‍ચે અભ્‍યાસ છોડી દેનારા કુલ પ૯૦ જેટલા બાળકોને અલગ-અલગ ધોરણમાં ફરી પ્રવેશ આપવામાં આવ્‍યો છે. તેઓ ફરીથી અભ્‍યાસ છોડી જતા ન રહે તેની કાળજી રાખવા સરકારે સૂચના આપી છે

(2:48 PM IST)