તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 18th April 2026
રાજકોટના ૮૪ વર્ષના દાઉદભાઇ ફુલાણીને વધુ પ મેડલ મળ્યા
બ્રેસ્ટ, બેક અને ફ્રી સ્ટ્રાઇલમાં ૩ તેમજ જમ્પમાં ર મેડલ એનાયત

રાજકોટ તા. ૧૮ : પંજાબના ચંદીગઢમાં યોજાયેલ ‘ખેલો માસ્તર નેશનલ માસ્તર્સ ૨૦૨૬'માં રાજકોટના એ.જી. ઓફીસના ૮૪ વર્ષના રીટાયર્ડ કર્મચારી અને સારાએવા સ્વીમર દાઉદભાઇ ફુલાણી (મો.૯૬૮૭૯ ૨૮૩૩૩)એ પ ગોલ્ડ મેડલ મેળવી પ્રથમ સ્થાન હાંસલ કરતા ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.
૧૦૦મી. બ્રેસ્ટ સ્ટ્રોક, ૧૦૦ મી. બેક સ્ટ્રોક અને ૧૦૦મી. ફ્રી સ્ટાઇલમાં પ્રથમ સ્થાન ૮૦થી ૮૪ના વય ગ્રુપમાં મેળવી ત્રણ મેડલ હાંસલ કર્યા હતા. જયારે એથ્લેટીકસમાં લોંગ જમ્પ અને હાઇ જંપમાં પણ બે મેડલ મેળવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સ્વીમીંગ, દોડ, જમ્પ સહીત વિવિધ રમતોમાં ભાગ લઇ તેઓએ અત્યાર સુધીમાં ૨૮૭ મેડલ હાંસલ કર્યા છે અને આ આંકને ૩૦૦ સુધી પહોંચાડવાનું તેમનું સ્વપ્ન છે. આગામી ૭ ઓકટોબરના કોઇમ્બતુર (મદ્રાસ) ખાતે યોજાનાર રમતોત્સવમાં પણ તેઓ ભાગ લેવા જવાના છે.
(3:21 PM IST)










