<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

ઘંટેશ્વરના ૮૦ પરીવારોની કલેકટર સમક્ષ ધાઃ અમને અગાઉ જમીન અપાઇ તો ‘પરત' કેમ લઇ લીધી?

શ્રી સરકાર શા માટે કરાઇઃ નોંધ નંબર ૮૩૯૩ તાકિદે રદ કરવા કલેકટરને આવેદન

રાજકોટ, ઘંટેશ્વર ગામમાં   વર્ષ ૧૯૯૮માં સર્વે નંબર ૧૫૦ સહિતની આસપાસની ૫ એકર જમીનને ગરીબી રેખા નીચેના પરિવારો માટે રહેણાંક હેતુથી આરક્ષિત કરવામાં આવી હતી. આ જમીનમાંથી લગભગ ૧૦૦ વાર અને ૫૦ વારના પ્‍લોટો બનાવીને નિર્ધન પરિવારોને આપવાની યોજના હતી.

ઘંટેશ્વરના લગભગ ૨૦૦ જેટલા ગરીબ પરિવારો (જેમાંથી વપરાશમાં ૮૦ જેટલા સક્રિય રીતે આગળ આવ્‍યા છે) હાલમાં તંગ આવાસમાં રહે છે. એક પરિવારના ૧૪ સભ્‍યો એક જ ૩૫ વારના નાના વિસ્‍તારમાં રહેવા મજબૂર છે. વર્ષોથી વસ્‍તી વધતી રહી છે, પરંતુ જમીનની ઉપલબ્‍ધતા નથી.

રાજકોટના ઘંટેશ્વર વિસ્‍તારમાં આવેલી સરકારી જમીનના માલિકી હક્ક માટે લગભગ ૮૦ જેટલા રહીશો દ્વારા માંગણી કરવામાં આવી છે. કે આ રહીશોની જમીન સરકારે અગાઉ કબજે કરી લીધી હતી અથવા તેનો ઉપયોગ અન્‍ય હેતુઓ માટે ફેરવી દીધો હતો, જેને હવે પાછી આપવાની માંગણી સાથે સ્‍થાનિકોમાં અસંતોષ વ્‍યાપી ગયો છે.

આવેદનમાં નોંધનંબર ૮૩૯૩ સામે લેખીત વાંધા-તકરાર રજીસ્‍ટર લઇ પ્રશ્‍નરદ્‌ કરવા માંગણી કરાઇ છે. રજૂઆતમાં આજ દિવસ સુધી પ્‍લોટ ફાળવાયા નહિ હોવાનું  અને જમીન ફાળવાને બદલે  જમીન શ્રી સરકાર  કરી નખાઇ છે. અમારો બંધારણીય અધીકાર છીનવાયો છે. તાકિદે ન્‍યાય આપવા માંગણી કરાઇ હતી.  (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:22 PM IST)