તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 28th May 2026
સ્ટે. કમિટીમાં ૮ સભ્યોને લોટરી લાગી
૧ર પૈકી ૪ સભ્યોની બીજી ટર્મઃ પ્રથમ વખત બનેલા આઠ કોર્પોરેટરોને મનપાની મહત્વની સમિતિમાં સ્થાન

મ્યુનિ. કોર્પોરેશનના મેયર, ડેપ્યુટી મેયરની સાથોસાથ સ્ટેન્ડિગ કમિટીના ૧ર સભ્યોની નિયુકતી કરવામાં આવી હતી. આ તમામ સભ્યોને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ શુભેચ્છા પાઠવી હતી.(તસ્વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ, તા. ર૮: આજે રાજકોટને ર૩માં મેયર, ૩પ માં ડેપ્યુટી મેયર તથા ૩૬ માં સ્ટેન્ડિગ કમિટીના સભ્યોની પણ વરણી કરવામાં આવતા ૧ર પૈકી ૮ સભ્યો પ્રથમ વખત કોર્પોરેટર બનતાની સાથે મનપાની મહત્વની ગણાતી સ્ટેન્ડિગ કમિટીમાં સ્થાન મળ્યુ છે.
આ અંગેની માહિતી મુજબ મનપાના પ્રથમ અઢી વર્ષ માટે મેયર, ડે.મેયરની ચૂંટણી યોજાઇ હતી. સાથો સાથ મ્યુનિ. કોર્પોરેશનની મહત્વની ગણાતી સ્ટેન્ડિંગ કમિટીના ૧ર સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. જેમાં અનુભવી અને યુવા ચહેરાઓને તક આપવામાં આવી હતી.
૧ર સભ્યો પૈકી પરેશ પીપળીયા, વર્ષાબેન પાંધી, રાજુભાઇ અઘેરા તથા અંજનાબેન મોરઝરીયા બીજી ટર્મના અનુભવી નગરસેવક છે. જયારે ભરત લીંબાસીયા, નિલેશ હેરભા, સંજય ચાવડા, ધૈર્ય પારેખ, માધવીબેન બદ્રકીયા, કૌશીક ટાંક, ચંદાબેન વાળા તથા કીશન ટીલવા સહિતના સભ્યો પ્રથમ વખત ચૂંટણી લડયા અને સભ્ય તરીકે સ્થાન મળયું હતું.(૬.૧૬)
સ્ટેન્ડીંગ કમિટી સભ્યો
નામ હોદો વોર્ડ
પરેશ પીપળીયા ચેરમેન ૦૬
ભરત લીંબાસીયા સભ્ય ૦૪
નિલેશ હેરભા સભ્ય ૧૫
સંજય ચાવડા સભ્ય ૦૫
અંજનાબેન સભ્ય ૦૧
ધૈર્ય પારેખ સભ્ય ૦૨
રાજુ અઘેરા સભ્ય ૦૯
માધવીબેન બદ્રકીયા સભ્ય ૧૩
વર્ષાબેન પાંધી સભ્ય ૦૭
કોૈશીકભાઇ ટાંક સભ્ય ૧૭
ચંદાબેન વાળા સભ્ય ૧૪
કીશન ટીલવા સભ્ય ૧૨
(3:26 PM IST)










