<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

કુવાડવા રોડ પર શહીદ ઉધમસિંહ ટાઉનશીપમાં ૭૯ હજારની ચોરી

રાજકોટ, તા., ૧૫: કુવાડવા રોડ પર ડી માર્ટ પાછળ આવેલી શહીદ ઉધમસિંહ ટાઉનશીપના ફલેટ નં. ૩૧ર માં રહેતા અને ઇમીટેશનનું કામ કરતા શીતલબેન સંજયભાઇ લીંબાસીયા (ઉ.વ.ર૬) એ તા. ૧ર મીના સવારે ૧૦ થી સાંજે ૭ દરમિયાન તેના રહેણાંકમાં ઘુસી મકાનની તિજોરીમાંથી કાનમાં પહેરવાની અડધા તોલાની સોનાની પાદડી, સોનાની કડી નંગ-ર, નાના બાળકને કાનમાં પહેરવાના દાણા નંગ-ર અને પુત્રીનું ડોકમાં પહેરવાનું સોનાનું ઓમ, પગમાં પહેરવાની ચાંદીની ઝાંઝરી નંગ-ર સહિત ૭૯ હજારની મતાની ચોરી થયાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

(2:46 PM IST)