<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 11th May 2026

કોઠારીયા રોડ ગોવિંદનગરમાં ૭૫ વર્ષના મણીબેનનો ગળાફાંસો ખાઇ આપઘાત

રાજકોટ તા. ૧૧: શહેરના કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે ગોવિંદનગર-૨માં રહેતાં મણીબેન ધનજીભાઇ ચભાડીયા (ઉ.વ.૭૫) નામના વૃધ્‍ધાએ ઘરે એંગલમાં સાડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છ.ે

મણીબેને સવારે સાડા દસેક વાગ્‍યે આ પગલુ ભરી લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. તેમણે ઘરની સીડીના એંગલમાં સાડી બાંધી દેહ લટકાવી  દીધો હતો. જો કે અહિ સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. આપઘાત કરનારા મણીબેનને સંતાનમાં બે દિકરી અને ત્રણ દિકરા છે. પતિ હયાત નથી. થોડા સમય પહેલા બંને આંખમાં મોતીયાનું ઓપરેશન કરાવાયું હતું. એક દિકરાની પત્‍નિ સવારે જામનગર ગઇ હોઇ બાજુમાં રહેતાં અન્‍ય દિકરાની દિકરી નાસ્‍તો કરવા માટે દાદીને બોલાવવા આવી ત્‍યારે ઘટનાની જાણ થઇ હતી. આંખના દુઃખાવાથી કંટાળીને પગલુ ભર્યાની શક્‍યતા જણાવાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી હતી. 

 

(3:28 PM IST)