<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

બાઇક અકસ્‍માતમાં દેવપરાના ૭૨ વર્ષના વૃધ્‍ધ કરસનભાઇ વેગડનું મૃત્‍યુ

બેડી ચોકડીથી એડીબી હોટેલ વચ્‍ચેના રસ્‍તે પૂલ પર બનાવ : કોઇ કામ માટે બેડી ચોકડી તરફ જતી વખતે બનાવઃ પરિવારજનોમાં ગમગીની

 

રાજકોટ તા. ૧૭: વાહન અકસ્‍માતના અવાર-નવાર બની રહેલા બનાવોમાં વધુ એક પરિવારના મોભીનું મૃત્‍યુ થયું છે. બેડી ચોકડીથી એડીબી હોટેલ વચ્‍ચેના પૂલ પર બાઇક અકસ્‍માતમાં દેવપરામાં રહેતાં ૭૨ વર્ષના વૃધ્‍ધનું ગંભીર ઇજા થવાથી મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે. કોઇ કામ માટે તેઓ બેડી તરફ જતાં હતાં ત્‍યારે આ બનાવ બન્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર દેવપરા શેરી નં. ૩માં રહેતાં કરસનભાઇ વેલજીભાઇ વેગડ-કડીયા (ઉ.વ.૭૨) સાંજે પોતાનું બાઇક હંકારીને માધાપર ચોકડીથી આગળ એડીબી હોટેલથી બેડી ચોકડી વચ્‍ચેના પૂલ પરથી પસાર થઇ રહ્યા હતાં ત્‍યારે અકસ્‍માત નડતાં ગંભીર ઇજાઓ થઇ હતી. લોકો એકઠા થઇ જતાં કોઇએ ૧૦૮ બોલાવી હતી અને તેમને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં.

જો કે ટુંકી સારવાર બાદ કરસનભાઇએ અંતિમ શ્વાસ લીધા હતાં. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે હોસ્‍પિટલે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતકના સગા સ્‍વજનોને જાણ થતાં તેઓ હોસ્‍પિટલે પહોંચ્‍યા હતાં. કરસનભાઇ ત્રણ ભાઇ અને અકે બહેનમાં નાના હતાં અને નિવૃત જીવન જીવતા હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. સાંજે પોતાનું હોન્‍ડા સીડી ડીલક્‍સ હંકારી કોઇ કામ સબબ બેડી ચોકડી તરફ જતાં હતાં  ત્‍યારે રસ્‍તામાં અકસ્‍માત નડયો હતો. બાઇક સ્‍લીપ થયું કે કોઇ વાહને ઠોકર મારી દીધી? તે અંગે પરિવારજનો અજાણ હોઇ પોલીસે તપાસ હાથ ધરી છે. મોભીના મૃત્‍યુથી વેગડ પરિવારમાં શોક વ્‍યાપી ગયો છે.

સરસ્‍વતિનગરના ૪૦ વર્ષના હિમતભાઇ સોલંકીનું બેભાન હાલતમાં મૃત્‍યુ

૧૫૦ ફુટ રીંગ રોડ ફોર્ચ્‍યુન હોટેલ પાછળ સરસ્‍વતિનગર-૮માં રહેતાં હિમતભાઇ મોહનભાઇ સોલંકી (ઉ.વ.૪૦) સાંજે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે તાલુકા પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર હેમતભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તેને આંચકીની તકલીફ હોઇ કામ કરી શકતાં નહોતાં. પોલીસે મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ કરાવ્‍યું હતું.

(11:13 AM IST)